Western Times News

Gujarati News

નરોડા-દહેગામ રોડ ઉપર હીટ એન્ડ રનની ઘટના

(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ : શહેરમાં હીટ એન્ડ રનની (Hit and run case in Naroda, Ahmedabad) ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. નશાની હાલતમાં ગાડી ચલાવતા ઈસમો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પરિણામ અન્ય રાહદારીઓને ભોગવવાનું આવે છે. આવા કિસ્સામાં ક્યારેક રાહદારીઓનું મોત પણ નિપજ્તુ હોય છે. ગત મોડીરાત્રે નરોડા દહેગામ રોડ Dahegam road ઉપર હિટ એન્ડ રનની આવી જ એક ઘટના બની હતી. જેમાં એક કારે ચારથી પાચ વાહનોને અડફેટે લેતા એક વૃધ્ધનું મૃત્યુ (1 dead) નિપજયુ છે. જ્યારે ત્રણ નાગરીકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે કાર ચાલક કાર મુકીને ભાગી ગયો છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં નરોડા ગામથી દહેગામ જતાં રોડ ઉપર પૂરપાટ ઝડપે અચાનક જ એક કાર આવી હતી. અને ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કારે આગળ જતાં ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા ચકચાર મચાવી હતી. કાર ચાલક આગળ જઈને અટકી ગયો હતો. જ્યારે કારની ટક્કર વાગતા ત્રણ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થઈ લોહીલુહાણ અવસ્થામાં પડ્યા હતા.

જ્યારે એક વૃધ્ધ વ્યક્તિનું  ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ. એા દ્રષ્ય બાદ રાહદારીઓ એકત્ર થઈ જતાં કાર ચાલક  ભાગી છૂટેયો હતો. જ્યારે ઘાયલોને નાગરીકોએ હોસ્પીટલમાં પહોંચાડ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા તે પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. અને કારચાલકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ મૃત્યુ પામેલા વૃધ્ધ હસમુખભાઈ ચીનુભાઈ શર્મા (પ૯) Hasmukh Chinubhai sharma Age 59 હોવાનું બહાર આવ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.