નરોડા ફાટક નજીક દેહવિક્રયના રેકેટનો પર્દાફાશ
અમદાવાદ, અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પોલીસે દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે પોલીસની ટીમે ગેસ્ટ હાઉસમાં દરોડો પાડી ગેસ્ટ હાઉસના માલિક, મેનેજર તથા અન્ય એક વ્યક્તિની અટક કરી છે જયારે દેહ વ્યાપાર કરનાર એક મહીલા પણ મળી આવી છે. ઘટનાની વિગત એવી છે કે મેઘાણીનગર પીએસઆઈ એમ.કે. પટેલ પોતાની ફરજ ઉપર હાજર હતા
ત્યારે ડીજીપી ઝોન ૪ એ તેમને નરોડા પોલીસની હદમાં આવતા નરોડા ફાટક નજીક આવેલા અમૃત રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસમાં વેશ્યાવૃતિનું રેકેટ ચાલતું હોવાથી દરોડો પાડવા કહયુ હતું જે મુજબ પીએસઆઈ પટેલની ટીમે રાત્રે સવા અગિયાર વાગ્યે કાર્યવાહી કરતા ગેસ્ટ હાઉસના માલિક વિનોદ પટેલ (નરોડા), મેનેજર જીગ્નેશ સોલંકી (નરોડા રોડ) તથા અન્ય એક વ્યક્તિની અટક કરી હતી ઉપરાંત ગેસ્ટ હાઉસની તપાસ કરતા દેહ વેપાર કરતી એક સ્ત્રી પણ મળી આવી હતી તપાસમાં મેનેજર તથા માલિક દરેક ગ્રાહક લેખે આ સ્ત્રીને ૩૦૦ રૂપિયા આપતા હોવાનું બહાર આવ્યું છે.