નરોલીમાં યોજાયેલી ગ્રામસભામાં નરોલી વિકાસ મંચ દ્વારા ૧૭ જેટલા વિકાસના મુદ્દાઓ રજૂ કરાયા
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગરહવેલી ગ્રામ પંચાયત દ્વારા આજરોજ તા. રપ.૦૭.ર૦૧૯ના દિને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિકાસના મુદ્દાઓ પર ઠરાવો કરવામાં આવ્યા હતા.
નરોલી ગ્રામ પંચાયત સરપંચ પ્રતિબેન દોડિયાના અધ્યક્ષપણામાં આ ગ્રામસભા યોજાઈળ હતી. નોડલ ઓફિસર તરીકે કરણજીત વાડોદરિયા, જી.પં. સભ્ય જિગિશા પટેલ, ઉપસરપંચ યોગેશસિંહ સોલંકી, પંચાયતના મંત્રી કનકસિંહ સોલંકી, પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.
આ ગ્રામસભામાં મુખ્યરૂપે ‘નરોલી વિકાસ મંચ’ દ્વારા ૧૭ જેટલા મુદ્દાઓ ઠરાવો માટે રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં વિવિધ વોર્ડમાં કુલ ૧૪ કિ.મી. લાંબી કોતર નિર્માણનું કામ, ૩ર જેટલા કૂવાઓની સફાઈ અને ઉપર ગ્રીલ લગાવવાનું કામ, સેલવાસ-ભીલાડ મુખ્ય રોડ પર પાણીની લાઈન તૂટેલ તેને રીપેરીંગ કરવાનું કામ, નવા ગ્રામમાં હળપતિ સમાજના ર૪ જેટલા પરિવારોને ફાળવવામાં આવેલ બે-બે ગુંઠાના પ્લોટો બુલેટ ટ્રેનના માર્ગમાં જઈ રહ્યાં છે. તે તમામ પરિવારોને નવાગ્રામમાં જ બીજી જગ્યાએ છે
ત્યાં પ્લોટ ફાળવી આપવા નરોલી હવેલી ફળિયામાં બિલ્ડરો અને રૂમ માલિકો દ્વારા ડ્રેનેજ લાઈનમાં ગંદુ પાણી છોડવામા આવી રહ્યું તે બંધ કરાવવું, દરેક નાગરિકોને આવકના દાખલાઓ સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરાવવી, અલગઅલગ વોર્ડમાં ૧૦૦થી વધુ થાંભલાઓ નમી ગયેલા છે. તેને સીધા કરવાનું કામ, સ્ટ્રીટ લાઈટનું કામ જ્યાં બાકી છે ત્યાં પુરૂં કરાવવું, ધાપસા ગામે આવેલા નહેરની બન્ને બાજુ પાકા રસ્તા બનાવવાનું કામ અને રખડતા ઢોર તેમજ આારા કૂતરાઓનો ભારે ત્રાસ છે તેના પર જરૂરી કાર્યવાહી કરાવવા સહિત વિકાસના વિવિધ કામો માટે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે.