નરોલી પંચાયતમાં જળસંચય જળસંગ્રહ માટે ગ્રામ સભાનું આયોજન કરાયું
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા હાલમાં ચાલી રહેલ જળસંચય અભિયા અંતર્ળ્ગત દરેક પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના સંદર્ભે ગ્રામ પંચાયત નરોલીમાં પણ જળસંચય-જળસંગ્રહ માટે જાહેર ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે સાથે ભારત સરકાર દ્વારા જે જળ સંચય અને જળસંગ્રહ અભિયાન ચાલી રહ્યું છે. જેના માટે ગ્રામજનોને અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
ગ્રામ પંચાયત દ્વારા પણ કેટલાક મહત્વના મુદ્દાઓ જેવા કે નરોલી ગામમા જે જૂનું પૌરાણિક તળાવ જે હતું તે બનાવી આપવું, પંચાયતની જમીનો એક્વાયર કરી નાનો મોટી ગટર બનાવી આપવા, ભવાની માતાની મંદિરની પાછળ જે બિનજરૂરી ગટર છે ત્યાં જમીન એક્વાયર કરીને નવી ગટર બનાવવી, ટાઉનહોલનું રીપેરિંગ કામ સુધી ચાલુ થયું નથી. જેને તાત્કાલીક રીપેર કરવામાં આવે, માર્કેટ બનાવી આપવા, આંગણવાડી જ્યાં કાચી છે
તેને પાકી બનાવવામાં આવે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે ઘર અને ટોયલેટ બનાવવાના બાકી છે તે બનાવી આપવું, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાચા રસ્તા છે ત્યાં પાકા રસ્તા પાકા કરી આપવા, સોલાર પ્લાન બનાવી આપવું વગેરે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.
આ ગ્રામસભામાં નોડલ ઓફિસર તરીકે કરણજીતસિંહ વડોદરિયા , સરપંચ શ્રીમતી પ્રિતીબેન જીતેન્દ્રસિંહ દોડીયા, જીલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી જીગીષાબેન પટેલ, ઉપસરપંચ યોગેશસિંહ સોલંકી અને પંચાયતના સભ્ય, પંચાયતના મંત્રી કનકસિંહ સોલંકી, દેના બેંકના મેનેજર દિપક પાંડે અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.