નર્મદાના કિનારે વિશાળ કેક્ટસ ગાર્ડનનું નિર્માણ થઈ રહ્યુ છે
(એેજન્સી) નવીદિલ્હી, ગુજરાતના આકર્ષણોની યાદીમાં વધુ એક નામ ઉમેરાનાર છે. ગુજરાતમાં દેશના સૌથી મોટા કેકટસ ગાર્ડન(થોર)નું નિર્માણ થઈ રહ્યુ છે. દેશની વિરાટ પ્રતિમા ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ૮ એકરના વિશાળ વિસ્તારમાં કેકટસ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે.ે આ ગાર્ડનમાં વિદેશ સહિતના જુદા જુદા ૩૩૦થી વધુ વેરાઈટી જાવા મળશે. આ ગાર્ડન ફલવાર પાર્કની સામેની બાજુએ નર્મદાના કિનારે તૈયાર થઈ રહ્યુ છે. વન વિભાગ ઓક્ટોબર-ના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પુરો કરનાર છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી આ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા સ્થળ પર મુલાકાત લેનાર છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દેશના સૌથી મોટા કેકટસ ગાર્ડનમાંંનું એા એક હશે.
વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર જા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ૩૧ મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તો તે વખતે તેઓ આ કેકટસ ગાર્ડનનું ઉદ્ઘાટન કરશે. મલેશિયા, સિગાપુર, ઓસ્ટ્રેલિયા સહિત ૯ દેશો અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેકટસની વિવિધ જાતો અહીં લાવવામાં આવી છે. ગાર્ડનમાં કેકટસના કેટલાંક ફૂલો પણ ઉગાડવામાં આવશે. ગાર્ડનમાં આવેલા કેકટસ હાઉસમાં રંગબેરીંગ કેકટસ રાખવામાં આવ્યા છે. તેની કેટલીક જાતને ગ્રીન હાઉસનું રક્ષણ આપવામાં આવશે. વન વિભાગે આ ગાર્ડન માટે ગુજરાત ઈકોલોજીકલ એન્ડ એજ્યુકેશન રીસર્ચર્ ફાઉન્ડેશનને કામગીરી સોંપી છે. ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર ચંદીગઢ, બેગ્લુરૂ અને હૈદ્રાબાદમાં કેકટસ હાઉસના વિસ્તૃત અભ્યાસ બાદ અહીં ગાર્ડન ઉભો કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રનું સૌથી મોટું કેકટસ હાઉસ અત્યારે ચંદીગઢમાં આવેલું છે. જેમાં ર૭ર પ્રકારના કેકટસ જાવા ળમે છે. આ પ્રોજેક્ટ અંગે વાત કરતા વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે અમોએ ચાર મહિનામાં આ ગાર્ડન ઉભો કર્યો છે. અત્યારે ગાર્ડનનું ૮૦ ટકા કરતા વધુ કામ પૂરૂ થઈ ગયુ છે. અને હવે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે.