નર્મદાની લાઈન પંચર કરી અનઅધિકૃત રીતે પાણી મેળવતા હોવાની ફરિયાદ
કેશોદમાં પોલીસ કચેરી દ્વારા જ પાણી ચોરી કરાતી હોવાની રાવ
કેશોદ, કેશોદ શહેરમાં આવેલી નાયબ પોલીસ અધિક્ષક કચેરી પાસેથીપસાર થતી નર્મદાની પાણીની પાઈપલાઈનમાં પંચર કરી અનઅધિકૃત રીતે પાણીની ચોરી થતી હોવાની લેખિત ફરિયાદ અલ્પેશભાઈ ચંદુરભાઈ ત્રાંબડિયાએ પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડને કરી હતી.
કેશોદ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જવાબદાર અધીકારીઓ દ્વારા લેખિતમાં આવેલી ફરિયાદના આધારે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ધારાધોરણોની નકલ પણ આપવામાં આવી નથી જ્યારે ઉચ્ચ અધિકરીઓ દ્વારા કાયદાનો ઉલાળિયો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવતાં શહેરીજનોમાં રોષ ફેલાયો છે.
ભરઉનાળે લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે ત્યારે જવાબદાર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એકને ગોળ અને એકને ખોળની નીતિ અખત્યાર કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ઉદ્યોગનગર વિસ્તારમાં પસાર થતી નર્મદાની પાણીની પાઈપલાઈનમાં માંગણી કરવામાં આવશે તો પાણીનું જાેડાણ આપવામાં આવશે કે કેમ એ ચર્ચાનો વિષય બન્યો છે.
નાયબ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા નર્મદાની પાઈનલાઈનમાં પંચર કરી અનઅધિકૃત રીતે પાણીનું જાેડાણ લેવામાં આવ્યું છે. ત્યારે પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડનાં જવાબદાર તંત્ર દ્વારા ફોજદારી રાહે કાર્યવાહી શા કારણે કરવામાં આવી નથી એ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
ફરિયાદી અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાંબડિયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કચેરીમાં માહિતી મળેલી છે કે નાયબ પોલીસ અધિક્ષક કચેરી દ્વારા પાણીનાજાેડાણ માટે માંગ કરીછે ત્યારે અનઅધિકૃત પાણીનાં જાેડાણને કાયદેસર કરી આપવામાં આવે છે કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે એ બાબતે જવાબદાર તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવા ઈચ્છતું નથી.
સામાન્ય રીતે કોઈ ખેડૂત કે સામાન્ય વ્યક્તિ નર્મદાની પીવાના પાણીની પાઈપલાઈનમાં પંચર કરે કે એક વાલ્વનું નીકળતું પાણી વાપરે તો પગલાં ભરવામાં પાછીપાની ન કરનાર તંત્ર પગલાં ભરશે ખરાં..!