નર્મદામાં પાણી છોડાતા ભરૂચ ખાતે નર્મદા જીવંત થઈ ઉઠતા લોકોમાં ખુશીની લહેર
(વિરલ રાણા, ભરૂચ), નર્મદા ડેમ માંથી છ લાખ પાણી છોડવાના કારણે ભરૂચ માં નર્મદા નદી બે કાંઠે થતા સાધુ સંતો સહિત લોકોમાં ખુશી ની લાગણી પ્રસરી જવા પામી છે. મૃતઃપ્રાય બનેલ નર્મદા નદી માં નર્મદા ડેમના ગેટ ખોલી પાણી છોડવામાં આવતા જીવંત થઈ ઉઠી છે.
ભરૂચના ગાયત્રી મંદિર સહિત ગોલ્ડન બ્રિજ ખાતે લોકો ઉમટી પડ્યા હતા. નર્મદામાં નવા નીર આવતા પાણી છોડવાની માંગ કરતા ભરૂચના સાધુસંતો સહિત લોકોમાં ખુશી પ્રસરી જવા પામી છે. નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં ન આવતા ભરૂચના મચ્છીમારી, પ્રવાસન સહિત ધાર્મિક સ્થળો પર આવતાં લોકોની આસ્થા પણ દુભાઈ રહી હતી. જે હવે નર્મદા નદી બે કાંઠે થતા પુનઃ વિકાસના પંથે આગળ ધપશે.