Western Times News

Gujarati News

નર્મદામાં હોસ્પિટલોના બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે:  એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ

રાજપીપલા: કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનૃલક્ષીને નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહના સુચારૂં આયોજન અને નેતૃત્વ  થકી  કોરોના પોઝિટીવ  દરદીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા દરદીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજપીપલામાં સરકારી આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા-૨૦૦ બેડ, ખાનગી હોસ્પિટલ ખાતે-૧૨૦ બેડ, તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦, સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે-૪૦ અને  તિલકવાડા  સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે-૪૦ સહિત કુલ-૪૮૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહની સૂચના અન્વયે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦ બેડ  અને તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે

તેની સાથોસાથ  સાગબારા અને તિલકવડા ખાતે ૪૦ જેટલાં જમ્બો ઓક્સિજન સિલીન્ડર પણ પુરા પાડવામાં આવ્યાં છે. ગરૂડેશ્વર અને દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે ૪૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ  દેડીયાપાડા  અને ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ૬૦ જેટલાં જમ્બો ઓક્સિજન સિલીન્ડર પણ પુરા પડાયાં છે. કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઇ પણ દરદીને સમયસર ઓક્સિજન મળી રહેશે, તેમ પણ ડૉ.કશ્યપે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.