નર્મદા કાંઠે આવેલા મંદિરે પીવાના પાણીના ધાંધિયા રોજ બહાર થી મંગાવવામાં આવી રહ્યું છે પાણી.
હાલ ગરમી કાળઝાળ ગરમી પડી રહી છે અને આવી ગરમીમાં પણ પીવાનું પાણી ન મળતા યાત્રિકોમાં ભારે રોષ.
છેલ્લા છ મહિનાથી મીઠા પાણીની લાઈનમાં પાણી આવતું બંધ થતા મંદિર સંચાલકો દ્વારા રજુઆત કરાઈ હતી.
છેલ્લા ત્રણ મહિનાથી ભરૂચના રાજકીય નેતાઓ અને સરકારી કર્મચારીઓને રજૂઆતો કરીને થાકયા તેમ છતાં તમામ લોકો આંખ આડા કાન કરી રહ્યા છે.
(વિરલ રાણા) ભરૂચ,
સતત બે વર્ષ થી કોરોનાકાળ બાદ હાલ પરિક્રમાવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હાલ ઉનાળુ વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે.આ સમયે ગુજરાત સહિત મધ્યપ્રદેશ થી મોટાપાયે ટ્રાવેલિંગ બસો યાત્રીઓને લઈને આવતા હોય છે.
જે મંદિર પરિષદમાં રોજની ૧૦ થી ૧૫ બસો આવતી હોય છે અને તેમાં પણ ૫ થી ૭ બસો તો રાત્રી રોકાણ કરતી હોય છે.બહારથી આવતા યાત્રીઓ ભરૂચ અને નીલકંઠ મંદિર રોકાતા હોય છે તેમને ખૂબ જ મોટા પાયે પાણીના પીવાની સમસ્યાઓ સર્જાતી હોય છે.તેઓએ પણ બહારથી પાણીના બોટલ મંગાવવા પડતા હોય છે જેથી ભરૂચ ની છાપ પણ ખરાબ લઈને તેઓના પ્રદેશમાં જતા હોય છે.
નર્મદા કાંઠે વસેલું ભરૂચમાં પણ મીઠા પાણી પીવાની સમસ્યા હોય તો બીજા શહેરોની શું પરિસ્થિતિ હશે.મંદિર સંચાલકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાઓ થી સ્થાનિક રાજકીય આગેવાનો,ભરૂચ અને વાગરાના ધારાસભ્ય, જિલ્લા કલેકટર,ભરૂચ જિલ્લા પાણી પુરવઠા અધિકારીને અને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને તમામને રજૂઆતો કરવા છતાં પણ કોઈજ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.
નીલકંઠ મહાદેવ મંદિર એક દર્શનીય સ્થળ છે અને તે ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રીઓ તો સહીત ભરૂચ ના લોકો પણ મોટી સંખ્યામાં મંદિર પરિષદમાં દર્શન કરવા આવતા હોય છે તો આવા સ્થળ પર પાણી મળે એ ખૂબ જરૂરી છે.હાલ નર્મદા નદીમાં પણ પાણી ઓછું હોવાના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં કાદવ હોવાથી પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને નર્મદાના નીર કે સ્નાન કરવું ઘણું જ મુશ્કેલ બની ગયું છે.
ઝાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓ ને પીવા માટે મંદિરના વહીવટદારોએ રોજનું પીવાનું પાણી બહાર થી પાણી મંગાવુ પડે છે નળ સે જળ યોજનાની પાઈપલાઈન તો નંખાઈ છે પણ તે માટે હજી પાણી મળતું નથી તેથી રોજની આપદા સર્જાય છે.મંદિરમાં રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે પણ મીઠું પાણી માટે ફાફા મારવા પડે છે.
મંદિર સંચાલકો દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાની બહારથી મંગાવુ પડે છે.પાઈપલાઈનમાં પાણી આપવાની રજૂઆતો પાણીમાં ગઈ છે મીઠા પાણીની લાઇન નાખવામાં આવી હોવા છતાં હજી એમાં પાણી આવતું નથી નર્મદા નદીની પરિક્રમા માટે આ વર્ષે પરિક્રમાવાસીઓ નું ધોધપૂરું ઉમતી રહ્યું છે.ગયા વર્ષે કોરોના ને કારણે પરિક્રમમાં બંધ રહી હોવાથી આ વખતે નર્મદા ભક્તોના રોજેરોજ મોટી સંખ્યામાં ઘાટઉમટી રહ્યા છે.
નર્મદા કાંઠે વસેલા નીલકંઠ મંદિરે નર્મદાના નીર નહિ આવતાં પરિક્રમા માટે રોજ ઉમતી રહેલા ભક્તોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા બે વર્ષ થી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના કારણે ધાર્મિક સ્થળો પર પણ રોક લગાવી દેવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોના ની નહિવત અસર ના કારણે હવે ધાર્મિક સ્થળો પણ ખોલી દેવામાં આવ્યા છે.
ત્યારે ઝાડેશ્વર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને નર્મદા પરિક્રમા વાસિયો આવી રહ્યા છે.મંદિર સંચાલકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી રહી છે.રહેવાની જમવાની તમામ વ્યવસ્થાઓ મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે પણ પીવાના પાણીના અભાવે પ્રવાસીઓ અને પરિક્રમાવાસીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન અપાતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.નીલકંઠ મંદિર આવતા પરિક્રમાવાસીઓને ભોજનની પણ વ્યવસ્થા મંદિર સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવે છે.