નર્મદા ચોકડી ઉપરથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો જથ્થા સાથે એક ઈસમને ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સપેક્ટર કે.ડી.મંડોરાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઈ એમ.આર.શકોરીયા તથા એન.જે.ટાપરીયા SOG ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી અંગે ભરૂચ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સાથેના હે.કો. હરેશ રામકૃષ્ણ નાઓને તેઓના બાતમીદારથી મળેલ બાતમી આધારે SOG ટીમ દ્વારા નર્મદા ચોકડી ભરૂચ ખાતેથી નશાયુકત માદક પદાર્થ ગાંજો ૨.૦૮૬ કી.ગ્રા જેની કિંમત રૂપીયા ૨૦,૮૬૦ તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૫૦૦૦ મુદ્દામાલ મળી ફુલ કિંમત રૂપિયા ૨૫,૮૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશ શનિયા નાયકા રહે,મીઠીબોર વચલુ
ફળીયુ,તા.જી.છોટાઉદેપુરને પકડી પાડી એન.ડી.પી.એસ એકટ કલમ-૮(૮),૨૦૪ વિગેરે મુજબ ભરૂચ શહેર “સી’ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ ઈન્સપેકટર કે.ડી.મંડોરા SOG ભરૂચનાઓ ચલાવી રહ્યા છે.