Western Times News

Gujarati News

નર્મદા જિલ્લાના તમામ પોલીસ કર્મીઓના ઘર અને પોલીસ સ્ટેશનને સેનીટાઈઝેશન કરાયા 

રાજપીપલા, સોમવાર : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (covid-19) ના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે સરકારશ્રી ધ્વારા જાહેર કરાયેલા લોકડાઉન સંદર્ભમાં પોલીસની સેવા સૌથી અદભતુ રહી છે, ત્યારે કોરોના કમાન્ડર સમી ફરજમાં પોલીસ પરિવારને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આઇજીપી શ્રી અભય ચુડાસમાએ કરેલા હુકમ અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી ચેતનાબેન ચૌધરીની આગેવાનીમાં ગઇકાલે તમામ ક્વાર્ટર અને નિવાસસ્થાનો અને પોલીસ લાઇન તેમજ પોલીસ સ્ટેશનમાં વરૂણ (વોટર કેનન) મારફતે સેનીટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.

નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી ચેતનાબેન ચૌધરીનાં પ્રેરણાદાઇ માર્ગદર્શનમાં ઉત્સાહી અને ભગીરથ કર્મીઓ શ્રી હસમખુભાઈ, શ્રી વિજયભાઈ અને શ્રી રમીઝભાઈ વગેરે જેવાં કર્મચારીઓએ આ બાબતનાં નિષ્ણાંતોની મદદ વિના તેમજ યોગ્ય ગાઇડલાઇનનું પાલન કરીને પોલીસને કોરોના મુક્ત રાખવા કામગીરી કરાઇ રહી છે. આ કામગીરીમાં સોડિયમ હાઇપોક્લોરાઇડનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરીને વરૂણ (વોટર કેનન) માં ૧૨૦૦૦ લીટર કેમિકલ મિશ્રણથી સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.