નર્મદા જિલ્લાની ૪૫ જેટલી ધોરણ ૧ થી ૭ની પ્રાથમિક શાળાના ધોરણ ૬ અને ૭ના વર્ગો ધોરણ ૧ થી ૮ ની શાળામાં મર્જ
નર્મદા જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લાના માધ્યમ કર્મીઓ સાથે સિધ્ધો સંવાદ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જીન્સી વિલીયમ
રાજપીપળા, શનિવાર :- નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમે આજે એસ્પિરેશન ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ પ્લાન નર્મદા અંતર્ગત ૪૫ જેટલી પ્રાથમિક શાળાના ધોરણ ૬ અને ૭ના વર્ગો મર્જ કરવા તેમજ ૧ પ્રાથમિક શાળા બંધ કરવા અંગે નર્મદા જિલ્લા પંચાયત ભવન ખાતે નર્મદા જિલ્લાના માધ્યમ કર્મીઓ સાથે સિધ્ધો સંવાદ કરતા જણાવ્યું હતું કે જિલ્લાનો વિકાસ નક્કી કરતા પરિબળોમાં પ્રાથમિક શિક્ષણ મહત્વનું અંગ છે અને Lerning outcomes શિક્ષણ દ્વારા મેળવેલ જ્ઞાનની સમજ વધુ શ્રેષ્ઠ બને તે માટે ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણોમાં વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા જ શિક્ષણ કાર્ય થાય અને RTE એક્ટનો અમલ થતા નીતી આયોગની માર્ગદર્શીકા મુજબ કાર્યવાહી કરવા ૪૫ જેટલી ધોરણ ૧ થી ૭ની પ્રાથમિક શાળાના ધોરણ ૬ અને ૭ના વર્ગો ધોરણ ૧ થી ૮ ની શાળામાં મર્જ કરવા માં આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૅા. જીન્સી વિલીયમે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી શાળાઓને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને, સમાજ અને સરકારને ફાયદો થશે. ધોરણ ૧ થી ૭ની શાળામાં પી.ટી.સી. લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય થતું હતું તે હવે ૪૫ જેટલી ધોરણ ૧ થી ૭ની પ્રાથમિક શાળાના ધોરણ ૬ અને ૭ના વર્ગો ધોરણ ૧ થી ૮ ની શાળામાં મર્જ થતા વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત શિક્ષકો-બીએડ કરેલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ મળતું થશે. જે વિદ્યાર્થીઓ ૩ કિ.મીના વિસ્તારમાં આવેલ શાળામાં મર્જ કરવામાં આવ્યા છે તેવા વિદ્યાર્થીઓને માસીક રૂા. ૪૦૦/૦૦ લેખે ટ્રાન્સપોર્ટટેશનના ચુકવવામાં આવશે તેમ તેમને જણાવ્યું હતું.
આ માધ્યમ કર્મીઓ સાથેના સિધ્ધા સંવાદમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી. એમ. નિનામા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિનભાઇ શાહ, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મિડીયાના માધ્યમ કર્મીઓ, માહિતી અધિકારીશ્રી સુનિલભાઇ મકવાણા અને માહિતી-પ્રાથમિક શિક્ષણ કચેરીના કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.