Western Times News

Gujarati News

નર્મદા જિલ્લામાં “વિશ્વ ક્ષય દિવસની ઉજવણી”

ડિઝિટલ એક્સરે વાન થકી ટીબીના શંકાસ્પદ દરદીઓને હવે ઘર આંગણે જ વિના મૂલ્યે એક્સરે પાડી, ટીબી નિદાન કરી સારવાર પર મૂકવામાં આવશે -જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા

(માહિતી) રાજપીપલા, દર વર્ષે ૨૪ મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે તેમજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા વર્ષ-૨૦૨૫ માં ‘ટીબી મુક્ત ભારત’ ના આહવાનને પરીપૂર્ણ કરવા જિલ્લા ક્ષય અધિકારીશ્રી

ડૉ. ઝંખનાબેન વસાવા, સિવીલ સર્જનશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.કે.સુમન, ભરૂચની સેવા યજ્ઞ સમિતીના ટ્રસ્ટ્રીશ્રી સક્ષમ પ્રવાહ પ્રોજેક્ટના ઓફીસરશ્રી તથા મમતા પ્રોગ્રામ (ટીબી ચેમ્પીયન) ના અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ખાતે “ ટીબીનો અંત લાવવા માટે રોકાણ કરો, જીવન બચાવો” ની થીમ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ. ઝંખનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોચે દુનીયાને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ ૨૪ મી માર્ચ,૧૮૮૨ ના રોજ કરાવી હતી જેને અનુલક્ષીને દર વર્ષ ૨૪ મી માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

બે અઠવાડીયા કે તેથી વધુ સમયથી ખાંસી આવવી, છાતીમાં દુઃખાવો થવો, ગળફામાં લોહી આવવું, સાંજના સમયે શરીરનું તાપમાન વધવું (તાવ) અને કારણ વગર સતત વજન ઘટવું તેમજ ભુખ ના લાગવી આ ક્ષય રોગના લક્ષણો છે. આમાંથી કોઈ પણ પ્રકારના લક્ષણ જણાય તો નજીકના સરકારી દવાખાનામાં સમયસર જવા ડૉ. વસાવાએ અનુરોધ કર્યો હતો.

વધુમાં ડૉ.વસાવાએ ઉમેર્યું હતું કે, ક્ષય રોગના નિદાન માટે દરદીના ગળફાની તપાસ વિના મુલ્યે સરકારી દવાખાનાની લેબોરેટરીમાં માઈક્રોસ્કોપ તથા એક્સ-રે ધ્વારા કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લા કક્ષાએ, ઝ્રમ્દ્ગછછ્‌ (કાટ્રીડીજ બેઈઝ ન્યુક્લીક એસીડ એમ્પ્લીફીકેશન ટેકનોલોજી )

અને એક જ ટ્રૂનાટ મશીન હોવાથી દરદીઓના ગળફા તપાસ અર્થે રાજપીપલા મોકલવા પડતા હતાં, જેથી નિદાનમાં વિલંબ થતો હતો. પરંતુ હવે ગરૂડેશ્વર, દેડીયાપાડા તાલુકાની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે તેમજ તિલકવાડા અને સાગબારા તાલુકક્ષાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ કુલ- ૬ ટ્રૂનાટ મશીન ઉપલબ્ધ થવાથી ઓછા ચેપ ધરાવતા દરદીઓ તેમજ ડ્રગ રેઝીસ્ટન્સ દરદીઓનું પણ નિદાન પણ હવે સમયસર અને ઝડપથી થઈ શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.