નર્મદા જિલ્લા ઔધોગિક એસોસિયેશનોને વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ ને લઇને કરાયા માહિતગાર
નર્મદા જિલ્લાના ઉધોગકારોને વાયબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ માં ભાગ લેવા અંગે યોજાયેલી બેઠક
(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લા ઉધોગ કેન્દ્ર ધ્વારા રાજપીપલા સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીયલ એસોસીયેશન અને નર્મદા ઈન્ડસ્ટ્રીયલ એશોસીયેશન ના સહયોગથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- ર૦રર ને અનુલક્ષીને નર્મદા જિલ્લાના વિવિધ ઔધોગિક એસોસિયેશન સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકનો મુખ્ય હેતુ વાયબ્રન્ટ ગુજરાતની ૧૦મી આવૃતિની વિસ્તૃત રૂપરેખા પ્રસ્તુત કરવાનો તેમજ નર્મદા જિલ્લાના ઔધોગિક એકમોની વાયબ્રન્ટ ગુજરાત-ર૦રર ના વિવિધ કાર્યક્રમોમાં ભાગીદારી નોંધાવવા ઉપરાંત પ્રોત્સાહિત કરવાની સાથે વાયબ્રન્ટ ગુજરાત સમિટ તા.૧૦,૧૧ અને ૧રમી જાન્યુઆરીના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ સમિટની થીમ “ આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારત “ ની છે.
આ બેઠકમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર ધ્વારા વાયબ્રન્ટ ગુજરાતની ૧૦ મી આવૃતિને લઇને પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રી સમિટ ઇવેન્ટસ તેમજ મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. પ્રી-સમિટ કાર્યક્રમોમાં એન્જીમેક ટ્રેડ શો, એગ્રો એન્ડ ફ્રુડ પ્રોસેસીંગ સેકટર ગ્રોથ,એકસપોર્ટ લેડ ગ્રોથ, જેમ્સ એન્ડ જવેલરી રીટેલ એકઝીબીશન, વીવીંગ ગ્રોથ ફોર ટેક્ષટાઇલ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઇન્સ્ટીટયુશન, હોલીસ્ટી હેલ્થકેર, ધોલેરાઃ સ્માર્ટ સીટી ટુ સ્માર્ટ બીઝનેશ, સ્ટાર્ટઅપઃ ઇન્સ્પઇરીંગ ડીસ્રપ્ટીવ ઇનોવેશન મુખ્ય છે.
જયારે ૧૦ થી ૧૨ જાન્યુઆરીના સમિટના મુખ્ય કાર્યક્રમોમાં વાયબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શો,એમએસએમઇ કન્વેન્શન, ડ્રોન શો, રાઉન્ડ ટેબલ ડિસ્કશન તેમજ વિવિધ વિષયો પર વ્યાખ્યાનમાળા મુખ્ય આકર્ષણો છે. ઉપરોકત કાર્યક્રમોમાંથી ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગીદારી કરવા તેમજ સમિટમાં ભાગીદારી કરવા પર નોંધણી કરાવવાની રહેશે. જિલ્લા ઉધોગ કેન્દ્ર ધ્વારા નર્મદા જિલ્લાના તમામ ઔધોગિક એકમોને મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
જિલ્લાના ઔધોગિક એકમો માટે પોતાની પ્રોડકટ વૈશ્વિક મંચ સુધી લઇ જવા તેમજ ભવિષ્યની સંભાવનાઓનો તાગ મેળવવાનો વાયબ્રન્ટ ગુજરાત- ર૦રર ખૂબ સરસ અવસર છે. જિલ્લાના ઉધોગકારો બહોળી સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી જે.બી.દવેએ ઉપસ્થિત એસોસીએશનના હોદેદારોને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં નર્મદાના રાજપીપલા સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીયલ એસોસીયેશન અને નર્મદા ઈન્ડસ્ટ્રીયલ એશોસીયેશનના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ ઉદ્યોગ કમિશ્નરશ્રી અને જનરલ મેનેજરશ્રી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.