નર્મદા જિલ્લા સેવા સદન ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” સહી ઝુંબેશ
રાજપીપલા: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સ્ત્રીજાતિ જન્મદરમાં વધારો કરવા, છોકરીઓનું માધ્યમિક શિક્ષણમાં પ્રમાણ વધારવા તેમજ દિકરીઓની સુરક્ષા માટે “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાને અમલી બનાવવા જિલ્લા વહિવટીતંત્ર અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે આજે જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ કલેક્ટરશ્રી ગઢવી, મહિલા અને બાળ અધિકારી શ્રીમતી હસીનાબેન મન્સુરી,દહેજ પ્રતિબંધક-સહ રક્ષણ અધિકારીશ્રી પ્રિતેશ વસાવા તેમજ જુદાજુદા વિભાગના અધિકારીઓ-કર્મચારીગણની ઉપસ્થિતિમાં “બેટી બચાવો -બેટી પઢાવો” અંતર્ગત “સહી ઝુંબેશ” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પ્રિતેશ વસાવાએ જણાવ્યું હતું કે, બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે , દિકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની સાથે સમાજમાં દિકરીને આગળ આવવાની વાત તેમણે કરી હતી તેમજ દિકરીઓમાં યોગ્ય અને ઉચ્ચ સંસ્કારનું સિંચનની સાથે દિકરા-દિકરીઓમાં ભેદ ન રાખતા દિકરો-દિકરી એક સમાન ગણીને દિકરીઓને પણ સમાન હક્ક મળવો જોઈએ.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, દીકરીઓના મુલ્યોની જાળવણીની સાથોસાથ દીકરી સમાજમાં સ્વનિર્ભર થાય, મહિલાઓમાં જાગૃતિ આવવાની સાથે સમાજની દિકરીઓએ ઉચ્ચઅભ્યાસ તરફ હવે ડગ માંડ્યા છે તેમજ મહિલાઓને રાજ્ય સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી પણ પૂરી પડાઇ હતી .
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ હું મારા પરિવાર અને સમાજમાં દિકરીના જન્મને આવકારવાની અને તેને સુરક્ષીત કરવાની પ્રતિજ્ઞા લઉ છું , ગર્ભના જાતિ પરિક્ષણ માટે દોષિતોને કાયદાનુંસાર દંડીત કરવામાં રાજય સરકારને મારાથી બનતી પૂરી કરીશ, હું હંમેશા સ્ત્રી શક્તિનો આદર સન્માન કરીશ અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્ન કરીશ તેવા સૌએ શપથ લઇ સહી ઝુંબેશમા સહી પણ કરી હતી. તેની સાથોસાથ જિલ્લા પંચાયત અને દેડીયાપાડા તાલુકામાં “બેટી બચાવો બેટી પઢાવો “સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો.