નર્મદા ડેમમાંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડાયું : ૩૬ ગામો એલર્ટ
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં આજે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૬.૦ર મીટરે પહોંચી ગઈ છે અને હજુ પણ નવા પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમના ર૩ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે અને ૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહયું છે જેના પરિણામે ૩૬ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને કેટલાક ગામોને હાઈએલર્ટ કરી દેવાયા છે. કેવડિયાનો ગોરાબ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના પરિણામે બ્રીજ બંધ કરી દેવામાં આવ્યો છે.
ભરૂચ ગોલ્ડન બ્રીજ પાસે આજે નર્મદા ર૪ ફુટની ભયજનક સપાટી કુદાવે તેવી સંપૂર્ણ શક્યતા છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારેથી અતિભારે વરસાદના પગલે નર્મદા નદીમાં સતત પાણીની સપાટી વધી રહી છે જેના પરિણામે નર્મદા ડેમમાં સૌ પ્રથમવાર પાણીની સપાટી ૧૩૬.૦ર મીટરે પહોચી છે.
મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદને જાતાં હજુ પણ નવા નીરની આવક થઈ રહી છે સંભવત પરિÂસ્થતિને પહોંચી વળવા માટે સિંચાઈ વિભાગ દ્વારા નર્મદા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલ મોડી સાંજથી જ નર્મદા ડેમના ર૩ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે અને તેમાંથી ૮ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહયું છે
જેના પરિણામે નર્મદા નદી ગાંડીતુર બની ગઈ છે. નદીકાંઠાના તમામ ગામોને હાઈએલર્ટ કરી કેટલાક ગામો ખાલી કરાવવામાં આવી રહયા છે. રાજય સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને નદી કિનારાના તમામ વિસ્તારો ઉપર બચાવ ટુકડીઓને તૈનાત રાખવામાં આવી છે.