નર્મદા નદીના જળસ્તર નીચે જતા શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ

તસવીરઃ વિરલ રાણા, ભરુચ
(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યના કચ્છ સહિત અનેક શહેરો સુધી આજે નર્મદાના નીર પહોંચ્યા છે.નર્મદા નદીમાં બારે માસ ખળખળ વહેતુ જળ જ્યાં કેટલાય પરિવારોની તરસ છીપાવે છે તો કેટલાય પરિવારોને રોજીરોટી પણ પૂરી પાડે છે.આ વર્ષે થોડા નબળા રહેલા ચોમાસાના કારણે નર્મદા ડેમ ઉભરાયો ન હતો.તેથી ઉનાળાની શરૂઆત થતાં જ ભરૂચ પાસે નર્મદા નદી પુનઃ સુકાવા લાગી છે.
નર્મદા જીલ્લા થી લઈ ભરૂચ જીલ્લા વચ્ચે નર્મદા ડેમ ના ડાઉન સ્ટ્રીમ માં વહેતી નર્મદા નદી ડેમ માંથી ઓછા છોડાતા પાણી ના કારણે ઉનાળાની શરૂઆત થતા સંકોચાઈ રહી છે.ભરૂચ પાસે વર્ષો પહેલા બન્ને કાંઠે વહેતી નર્મદા ગોલ્ડન બ્રિજ નદી સંકોચાઈ રહી છે.નદીમાં જળની માત્રા ઘટવાના કારણે તેના બંને તરફના કાંઠા સુકાવવા લાગ્યા છે અને કીચડ જેવી સ્થિતિ જાેવા મળી રહ્યા છે.એટલું જ નહીં નદીના વચ્ચેના ભાગમાં પણ રહેલા પથ્થર જળ ઓછા થવાના કારણે હવે દેખાવા લાગ્યા છે.
નદીમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જળ ઓછું થવાની વાત સ્થાનિકો માટે ચિંતા ઉપજાવે તેમ છે.ખાસ કરી નદીમાં માછીમારી કરતા નાવડા અને બોટ ચલાવતા માછી મારો પણ હવે નર્મદા નદીમાં પૂરતા જળ વાળા વિસ્તાર શોધી એટલા જ ભાગમાં ફરવા મજબૂર થયા છે.
નર્મદા નદી નું ધાર્મિક માહત્મ્ય પણ ખૂબ રહેલું હોય ધાર્મિક વિધિ માટે નર્મદા ટતે આવતા શ્રદ્ધાળુઓની પણ ધાર્મિક લાગણી દુભાઈ રહી છે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
નર્મદા ડેમ ની વધતી ઊંચાઈ સાથે ડાઉનસ્ટ્રીમમા ઘટતા નર્મદાના નીરના કારણે ભૂતકાળમાં પણ અનેકવાર નર્મદા નદીના જળ સુકાયાની ઘટના સર્જાઈ ચુકી છે.ત્યારે અને નર્મદા બચાવવા માટે જન આંદોલનો પણ થયા હતા.ત્યારે હવે આવી ઘટના ન બને અને માં નર્મદા પુનઃ ખળખળ વહેતી થયા તે માટે તંત્ર અત્યારથી જ જાગે તે આવશ્યક છે.