નર્મદા નદીને જીવંત રાખવા જરૂરીયાત મુજબની પાણી ડેમ માંથી છોડવાની માંગણી સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદન
(પ્રતિનિધિ)ભરૂચ 11062019 : નર્મદા નદી ને જીવંત રાખવા માટે સરદાર સરોવર માંથી જરૂરીયાત મુજબ નું પાણી છોડવાની માંગણી સાથે ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ સહિત અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.
નર્મદા નદી એ માત્ર નદી જ નથી સાંસ્કૃતિક,ધાર્મિક અને રાષ્ટ્રીય ધરોહર છે.જેની સાથે ધર્મ,અર્થ અને છે.તેથી જ નર્મદા નદી જળ,જમીન અને જળસૃષ્ટિ ટકી છે પરંતુ છેલ્લા કેટલાક સમય થી નર્મદા નદી માં પાણી છોડવામાં ન આવતા નર્મદા નદી અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હોય તેવી હાલત છે. નર્મદા નદી ને જીવંત કરવાની માંગણી સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યા છે.જે સામે ઝૂકી ૧૫૦૦ ક્યુસેક પાણી દરિયા ની ભરતી સમયે છોડવા સરકાર તૈયાર થઈ છે.
પરંતુ આ પાણી અપુરતુ હોય ભરૂચ પાસે નર્મદા ડેમ ના પાણી પહોંચ્યા નથી ત્યારે જરૂરીયાત મુબજ નું પાણી નર્મદા નહિ માંથી છોડવાની માંગણી સાથે મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ નર્મદા જીલ્લા હિતરક્ષક સમિતિ અને માછીમાર સમાજ સહિત અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. નર્મદા માં પાણી છોડવાના મુદ્દે હવે સહી ઝુંબેશ સહિત અન્ય આંદોલનાત્મક કાર્યક્રમો ની પણ જાહેરાત કરવામાં આવી છે.ત્યારે શ્રદ્ધા ના કેન્દ્ર સમા નર્મદા નદી ને જીવંત કરવા સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.