નર્મદા નદીમાંથી સાણંદના યુવાનનો મૃતદેહ મળી આવ્યો : સ્યુસાઈટ નોટ મળી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા ની ભાગોળ માંથી વહેતી નર્મદા નદી ના વહેણ માંથી એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળી આવતા તેના ખિસ્સા માંથી સ્યુસાઈડ નોટ મળી આવતા મરનારે સ્યુસાઈટ નોટ માં પરિવાર ની માંફી માંગી રાજીખુશી થી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવા સાથે હું જીંદગી થી કંટાળી આપઘાત નો માર્ગ અપનાવ્યો હોવાનું જણાવી મોત ને વ્હાલું કર્યું હોવાનું સ્યુસાઈટ નોટ માં ઘટસ્ફોટ થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર નર્મદા નદી ના અંકલેશ્વર તરફ રેલવે ના સિલ્વર બ્રિજ નજીક એક અજાણ્યા પુરુષ નો મૃતદેહ પાણી માં તરતો હોવાની જાણ માછીમારોએ ધર્મેશ સોલંકી ને કરતા તેઓ ટિમ સાથે ઘટના સ્થળે દોડી આવી પોલીસ ને જાણ કરતા અંકલેશ્વર સીટી પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતદેહ ને બહાર કઢાવી મૃતદેહ ના ખિસ્સા માં તપાસ કરતા તેમાંથી એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી.
જેમાં મરનાર નું નામ નરેશભાઈ રમણભાઈ પરમાર રહેવાસી,૨૩ ભગવતી સોસાયટી,નર સરોવર રોડ,સાણંદ નો ઉલ્લેખ કરવા સાથે સ્યુસાઈટ નોટ માં પોતાના પિતાનો મોબાઈલ નંબર નો ઉલ્લેખ કરવા સાથે સમગ્ર પરિવાર ની માફી માંગી પોતે જીવન થી કંટાળી ગયા હોવાના કારણે રાજીખુશી થી આપઘાત કરું છું