નર્મદા નદીમાં ખૂંટા મારી કરાતી મચ્છીમારી સામે આદિવાસોમાં રોષ
ભરૂચ, નર્મદા નદી માં ખૂંટાઓ મારી કરવામાં આવતી મચ્છીમારી સામે વિરોધ વ્યક્ત કરી આદિવાસી સમાજ વાગરા તાલુકા દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી દૂર કરવાની માંગણી કરવામાં આવી છે.જીલ્લા કલેકટરે આ અંગે કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.
આદિવાસી સમાજ વાગરા તાલુકા દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી નર્મદા નદી ના ભરતી તથા ઓટ ના વહેણ માં ભરૂચ થી દહેજ સુધી ના ભાંભરા પાણી ના વિસ્તાર માં છૂટી જાળો નાંખી ને બારેમાસ મચ્છીમારી કરી જીવન ગુજારતા હોવાનું જણાવી વાગરા તાલુકા ના નર્મદા તટે આવેલ ગામો ના વગદાર લોકો દ્વારા નદી માં ખૂંટા મારી દઈ માર્ગ અવરોધવામાં આવે છે.જેથી છૂટી જાળ નાંખી મચ્છીમારી મારી કરવાના અમારા ધંધા ને ભારે નુકશાન થવા સાથે બેરોજગાર બની ગયા છે. આદિવાસી સમાજ દ્વારા નર્મદા નદી માંથી ગેરકાયદેસર ખૂંટા દૂર કરવા અને તેમ ન થાય તો વૈકલ્પિક રોજગારી આપવાની નહિ તો આ ગેરકાયદેસર ખૂંટા દૂર કરવા માટે ની પરવાનગી આપવાની માંગણી કરી ૨૪ મી જુલાઈ સુધી માં કાર્યવાહી કરવામાં અહીં આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારવામા આવી છે. આદિવાસી સમાજ ની માંગણી ના પ્રત્યુત્તર માં કલેકટર રવિકુમાર અરોરા એ આ અંગે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. ભરૂચ જીલ્લા માં હજારો પરિવારો મચ્છીમારી કરી જીવન નિર્વાહ કરે છે અને ખૂંટા ના મુદ્દે ભૂતકાળ માં ઢીંગાણા પણ સર્જાવા પામ્યા છે.ત્યારે આ મુદ્દે વહીવટી તંત્ર ત્યારે આ મુદ્દે વહીવટી તંત્ર સક્રિય થાય તે જરૂરી છે.