નર્મદા નદીમાં થર્મોકોલની સીટ ઉપર સવાર થઈને જાેખમી માછીમારી કરતા માછીમારો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ભાગોળ માંથી વહેતી પાવન સલિલા મા નર્મદા નદીમાં માછીમારો માછીમારી કરી પેટિયું રળતા હોય છે.પણ ઘણા એવા માછીમારો છે
જેમની પાસે બોટ કે નાવડી નથી આવા માછીમારો પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં માત્ર થરમોકોલ સીટ ઉપર સવાર થઈ જાેખમી રીતે માછીમારી કરી પેટીયું રળી રહ્યા છે.જેના કારણે માછીમારોને પણ આર્ત્મનિભર બનાવવાના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.
સરકાર કહે છે કે આર્ત્મનિભર બનો પરંતુ આર્ત્મનિભર બનવા માટે પણ મદદની જરૂર હોય છે.ત્યારે ભરૂચ જિલ્લાની ભાગોળ માંથી બનતી પાવન સલિલા મા નર્મદા નદી ભરૂચ જીલ્લામાં વસતા માછીમારો માટે રોજગારીનું સાધન બની ગયું છે અને મોટા પ્રમાણમાં કેટલાય માછીમારો નાવડી બોટ કે અન્ય સાધનો વળી માછીમારી કરી પેટીયું રળી રહ્યા છે.
પરંતુ ભરૂચ જિલ્લામાં ઘણા એવા માછીમારો પણ છે કે જે નાવડી કે બોટ ખરીદી શકે તેવી સ્થિતિમાં નથી આવા માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે નર્મદા નદીના વહેણમાં થર્મોકોલની સીટ ઉપર બેસી બે હાથ વડે પાણીમાં હલાવી નર્મદા નદીમાં માછીમારી કરી રહ્યા છે
અને જાેખમી રીતે માછીમારી કરતા માછીમારોને મગર નો ભય પણ રહેલો છે અને સાથે નર્મદા નદીના કેટલાય વિસ્તારો ઊંડા હોવાના કારણે ડૂબી જવાનો ભય પણ રહેલો છે છતાં પણ ઘણા માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જાેખમી રીતે પણ માછીમારી કરી જીવન વિતાવી રહ્યા છે.
ભરૂચના સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકીએ પણ નર્મદા નદીમાં જાેખમી રીતે માછીમારી કરતા માછીમારોને સરકાર દ્વારા સાગરખેડુ કે અન્ય યોજનાઓ થકી તેઓને મદદરૂપ થઈ માછીમારોને આર્ત્મનિભર બનાવવાના પ્રયાસો કરે કારણ કે નર્મદા નદીમાં જાેખમી રીતે માછીમારી કરતા માછીમારોને મગરનો ભય અને ડૂબી જવાનો ભય પણ રહેલો છે માછીમારોને પણ આર્ત્મનિભર બનાવવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી છે.
ભરૂચ જીલ્લામાં ઝનોરથી ભાડભૂત સુધી ૬૦ થી ૬૫ કિમીની નર્મદા નદીમાં કેટલાય માછીમારો જાેખમી રીતે માછીમારી કરી પોતાના પરિવારનું પેટીયું રળી રહ્યા છે.