નર્મદા નદી પર બની રહ્યો છે સૌથી લાંબો પુલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Bullet-1.jpg)
અમદાવાદ, દેશમાં બુલેટટ્રેનનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટટ્રેન પ્રોજેક્ટ હાલ પ્રગતિ પર છે. નેશનલ રેલ કોર્પોરેશન અનુસાર બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 19 પુલ બનાવવામાં આવશે. આ પુલને કોંક્રિટ દ્વારા બનાવવામાં આવશે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણી પહેલાં રાજ્યમાં બુલેટ ટ્રેન કૉરિડોરના નિર્માણે સ્પીડ પણ પકડી લીધી છે. મંત્રાલય દ્વારા રોજ આ પરોયોજનાનું એપડેટ લેવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેનનું પરિક્ષણ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે, જે બાદ 2026માં ગુજરાતનાં બિલિમોરા અને સુરત વચ્ચે પરિક્ષણ કરવામાં આવશે. જે બાદ અન્ય સેક્શન પરીક્ષણ કરવામાં આવશે.
જનરલ મેનેજર સિંધુધર શાસ્ત્રીએ જણાવ્યુ કે, આ પુલ ખૂબ જ મજબૂત હશે, જેનું આયુષ્ય 100 વર્ષનું હશે. ગુજરાતના સાબરમતી-વાપીના 352 કિલોમીટરના કોરિડોર વચ્ચે દર મહિને 200થી 250 પિલ્લરો બનાવવામાં આવી રહ્યાં છે.
દેશમાં બનવા જઇ રહેલ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કુલ 8 હાઇસ્પીડ રેલવે સ્ટેશનોમાં સૂરત, વડોદરા, અમદાવાદનું નિર્માણ 2024 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સાબરમતિ,ઘાઘર, માહી,દમગંગા, તાપિત વગેરે નદિ પર કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યાં છે.
બુલેટ ટ્રેન બે રીતની હશે,એક હશે જે ખૂબ ઓછા સ્ટેશનો પર રોકાશે અને બીજી 12 સ્ટેશન પર રોકાશે. હાઇસ્પીડ રેલની સ્પીડ 320 કિમી/કલાક હશે. જ્યારે સીમિત સ્ટેશનવાળી ટ્રેન અમદાવાદથી મુંબઇના અંતરને બે કલાકમાં પૂર્ણ કરશે.
508 કિમીના હાઇસ્પીડ રેલ કૉરિડોરનો 155 કિમી મહારાષ્ટ્ર, 4.3 કિમી કેન્દ્રસાસિત દાદરા નગર હવેલી અને 348 કિમી હિસ્સો ગુજરાતમાં છે.
સાબરમતી સ્ટેશન પર પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવશે, જ્યાં બે મેટ્રો સ્ટેશન પણ હશે. રેલવે મેટ્રો, રોડ પરિવહન માટે આ મલ્ટી મોડેલ હબ બનાવવામાં આવશે. અમદાવાદમાં 11-12 પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવશે.