નર્મદા પુરગ્રસ્ત ૩૨ ગ્રામજનોને રેસ્ક્યુથી સલામત રીતે બહાર કાઢનાર રાજપારડી પોલીસનું સન્માન
ભરૂચ : તાજેતરમાં નર્મદા ડેમમાં થી છોડાયેલા પાણી થી નર્મદા માં પુરની સ્થિતિ સર્જાતા તા.૧૦-૯ ના રોજ ઝઘડીયા તાલુકાના જરસાડ ગામે પુરના પાણી ફરી વળ્યા હતા.ગ્રામજનો પુરમાં ફસાયા હોવ?ાની જાણ થતાં રાજપારડી પીએસઆઈ જાદવ અને પોલીસ જવ?ાનો તાબડતોડ અસરગ્રસ્ત સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરીને ૩૨ જેટલા નાના મોટા ગ્રામજનો ને સલામત રીતે જીવના જોખમે બહાર કાઢ્યા હતા.
પોલીસ ની આ કામગીરીની દેસ ભરના અખબારો અને ચેનલોએ નોંધ લીધી હતી.દરમ્યાન દશઆજરોજ વડોદરા મુકામે ભરુચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને વડોદરા વિભાગ પોલીસ મહા નિરિક્ષક અભય ચુડાસમા ની ઉપસ્થિતિમાં સન્માનિત કરીને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.