Western Times News

Gujarati News

નર્મદા બંધે 138 મીટરની ‘સુપ્રિમ સપાટી’ વટાવી

રાજપીપળાઃ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. હાલ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 7 લાખ 48 હજાર ક્યુસેક થઈ રહી છે જ્યારે 23 દરવાજા ખોલીને હાલ 7 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નદી કાંઠાના 175 ગામને એલર્ટ કરી તમામ ગામોમાં તાલુકા વિકાસ અધિકારીઓ અને સરપંચો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

પીએમના આગમનને લઈ તૈયારી પોતાના જન્મ દિવેસ જ પીએમ મોદીના આગમન અને ડેમના દરવાજામાં બહાર નીકળતા પાણીના અવરોધ સમાન ઝાડી ઝાંખરા, મોટા લાકડા કાઢવા માટે તંત્રએ કવાયત હાથધરી છે.

વડાપ્રધાન મોદીનો જન્મદિને નર્મદાના નીરના વધામણા ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠન 17 સપ્ટેમ્બર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે નર્મદા બંધ ઓવર ફ્લો રહે તેમજ નર્મદા અને નરેન્દ્રભાઈની જન્મ દિવસની બેવડી ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને પગલે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નર્મદા બંધની પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

જળ કટોકટીમાંથી ગુજરાતને ઉગારવા પીએમ મોદી ગિફ્ટ આપશે સામાન્ય રીતે નરેન્દ્ર મોદી 2002થી 2018 સુધી શાસન કર્તા રહ્યા છે ત્યારે તેમના જન્મ દિવસે કંઈક નવી ભેટ રાજ્ય અને દેશને આપતા આવ્યા છે ત્યારે ગુજરાતને પણ નર્મદા બંધની ઓવર ફ્લોની સાથે ગુજરાતની પાણીની સમસ્યાના નિવારણની ભેટ આપી શકે છે અને તેના સાક્ષી બનવા માટે વડાપ્રધાન મોદી જન્મ દિવસે થોડા સમય માટે પણ નર્મદા બંધની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.