નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવા સાથે દુધાભિષેક કરી સીઝનનો પ્રારંભ કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલીલા માં નર્મદા લોકોની તરસ ટી છીપાવેજ છે પરંતુ સાથો સાથ તેના કાંઠે વસતા પંદર હજાર થી વધુ માછીમાર પરિવારો ને રોજીરોટી પણ પુરી પાડે છે અને આજરોજ અગીયારસ ના શુભ દિવસથી માછીમારી કરવાનો પ્રારંભ માછીમારી કરતા પરિવારોએ કરી દીધો છે.
સમગ્ર વર્ષ દરમ્યાન પોતાનું અને પરિવાર નું ભરણપોષણ કરવા માટે આજરોજ અષાઢ સુદ અગીયારસ થી ભરૂચ નો માછી સમાજ આતુરતાથી રાહ છે,કારણ કે આજ ના દિવસ થી લઈ વરસાદી ઋતુ ના ચાર જુવાર દરમ્યાન તેઓ ને સમગ્ર વર્ષ નું ભરણપોષણ કરવા નર્મદા માં માછીમારી કરી મળતું હોય છે.જેને લઈ ભજન કિંર્તન ની સાથો સાથ નર્મદા ના એક છેડે થી બીજા છેડે સુધી દૂધ નો અભિષેક કરી ૧૨૧ મીટર લાંબી ચૂંદડી પણ અર્પણ કરી હતી. આ સમય દરમ્યાન આ સાગર ખેડુઓની માતા રક્ષા કરે તે સુરક્ષિત પરત ફરે તે માટે પણ પરિવાર ની મહિલાઓ દ્વારા પ્રાર્થના કરતી હોય છે. આ વરસાદી ઋતુ ના ચાર જુવાર દરમ્યાન હિલ્લા માછલી ની આવક મોટા પ્રમાણ માં થાય છે.જેની માંગ મુંબઈ,બેંગ્લોર અને સાઉથ ભારત માં વધુ હોય છે અને જેથી વેપારી વર્ગ નો અહીં ધસારો આવનાર સમય માં મોટી સંખ્યા માં જોવા મળશે.*