નર્મદે હર હરના નાદ સાથે માછીમારો નર્મદા નદી અને દરિયો ખેડવા ઉતર્યા
એકાદશીના પાવન દિને ભરૂચના માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચૂંદડી અર્પણ કરવા સાથે દુધાભિષેક કરી સીઝનનો પ્રારંભ કર્યો.
(વિરલ રાણા દ્વારા)ભરૂચ: સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલીલા માં નર્મદા લોકોની તરસ છીપાવે જ છે.પરંતુ સાથો સાથ તેના કાંઠે વસતા પંદર હજાર થી વધુ માછીમાર પરિવારો ને રોજીરોટી પણ પુરી પાડે છે અને આજરોજ અગીયારસ ના શુભ દિવસથી માછીમારી કરવાનો પ્રારંભ માછીમારી કરતા પરિવારોએ કરી દીધો છે.આ વર્ષે નર્મદા ખરખર વહેતી હોવાના કારણે માછીમારો ની રોજગારી માં પણ વધારો થાય તેથી માં નર્મદા ની પૂજા અર્ચના કરી સારી રોજગારી ની આશાઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર વર્ષ દરમ્યાન પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા માટે આજરોજ અષાઢ સુદ અગીયારસ થી ભરૂચ નો માછી સમાજ આતુરતા થી રાહ છે.કારણ કે આજ ના દિવસ થી લઈ વરસાદી ઋતુ ના ચાર જુવાર દરમ્યાન તેઓ ને સમગ્ર વર્ષ નું ભરણપોષણ કરવા નર્મદા માં માછીમારી કરી મળતું હોય છે.જેને લઈ ભજન કિંર્તન ની સાથો સાથ નર્મદા ના એક છેડે થી બીજા છેડે સુધી દૂધ નો અભિષેક કરી ૧૨૧ મીટર લાંબી ચૂંદડી પણ અર્પણ કરી હતી.
આ સમય દરમ્યાન આ સાગર ખેડુઓની માતા રક્ષા કરે તે સુરક્ષિત પરત ફરે તે માટે પણ પરિવાર ની મહિલાઓ દ્વારા પ્રાર્થના કરતી હોય છે. વરસાદી ઋતુ ના ચાર જુવાર દરમ્યાન હિલસા માછલી ની આવક મોટા પ્રમાણ માં થાય છે.જેની માંગ મુંબઈ,બેંગ્લોર અને સાઉથ ભારત માં વધુ હોય છે અને જેથી વેપારી વર્ગ નો અહીં ધસારો આવનાર સમય માં મોટી સંખ્યા માં જોવા મળશે.
ત્યારે ભાડભૂત સહિત ભરૂચ જીલ્લા માં વસતા માછીમાર સમાજ પણ સવાર થી જ નર્મદા નદી અને દરિયા કાંઠે વિવિધ ધાર્મિક પૂજાઓ સાથે નર્મદા નદી માં દુધાભિષેક સહીત ચૂંદડી અર્પણ સાથે ધાર્મિક પૂજા કરી પોતાની રોજગારી શરૂ કરી હતી.માછીમારો આ ચાર મહિના ના સમયગાળા માં આખા વર્ષ ની રોજગારી મેળવી લેતા હોય છે.ત્યારે ઉપરવાસ માં ભારે વરસાદ વરસે તો નર્મદા ડેમ માં પાણી ની આવક થાય અને પાણી છોડવામાં આવે તો નવા નીર માં નવી માછલી સહીત હિલસા માછલી વધુ પ્રમાણ માં આવે તો માછીમારીઓ ની રોજગારી આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે.