Western Times News

Gujarati News

નર્સિંગ કર્મચારીનો હાથ અડતા મહિલા કોન્સ્ટેબલે લાફો માર્યો

રાજકોટ, રાજકોટ સિવિલમાં નર્સિંગ કર્મચારીનો હાથ અડતા મહિલા કોન્સ્ટેબલે ફડાકા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાતે ફરજ પર રહેલા નર્સિંગ સ્ટાફના એક કર્મચારીનો હાથ અડી જતાં મહિલા કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યો હતો અને બ્રધરને લાફો મારી દીધો હતો.

જેથી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં હોબાળો મચી ગયો હતો. તેમજ અન્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જાે કે, સિવિલના મેટ્રને સમજાવતા મામલો થાળે પડ્યો હતો અને હોસ્પિટલના સ્ટાફે હડતાળ સમેટી લીધી હતી. મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં મંગળવારે રાત્રે બ્રધર તુષાર પટેલ ડ્યૂટી પર હતો.

તે સમયે રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ સોનલ કોલ્ડ રૂમમાં એક ડેડ બોડી રાખવાના કામથી ત્યાં પહોંચી હતી, તે વખતે તુષાર પટેલનો હાથ મહિલા કોન્સ્ટેબલને અડી જતાં મહિલા કોન્સ્ટેબલ ગુસ્સામાં લાલચોળ થઈ હતી. તુષાર પટેલે ભૂલથી હાથ અડ્યાનું કહી માફી પણ માંગી પરંતુ મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં જ લાફો મારી દીધો હતો.

આ દરમિયાન ઘટનાના સાક્ષી ડોક્ટર સહિતના સ્ટાફે તુષાર પટેલથી ભૂલથી હાથ અડ્યાની રજુઆત કરીને તેણે માફી પણ માગી લીધી હોવાનું જણાવ્યુ હતું. તેમ છતાં મહિલા કોન્સ્ટેબલે લાફો મારતા ડોક્ટરોએ ભારે વિરોધ કર્યો હતો અને જાેતજાેતામાં વિવાદ એટલો વધી ગયો કે, નર્સિંગ સ્ટાફ પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયો હતો.

ઘટનાના વાયુવેગે પ્રસરતા હોસ્પિટલના સ્ટાફે હડતાળની જાહેરાત કરી હતી. સમગ્ર મામલે પોલીસ કમિશનરને આવેદન પણ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. શહેરના વિરાટનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલે સીટ બેલ્ટ વગર ગાડી ચલાવનારે અટકાવ્યો હતો.

ત્યારબાદ તેને મેમો આપવાની વાત કરતા યુવક અને તેના ૩ મિત્રો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે મારમારી કરીને વર્ધી પણ ફાડી નાખી હતી. ત્યારબાદ ચારેય વ્યક્તિ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે કોન્સ્ટેબલે ચાર વ્યક્તિ સામે ફરિયા નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.