નલિયાથી ભુજના ધોરીમાર્ગ વચ્ચે બનશે ઇમરજન્સી લેન્ડિંગ

ભુજ, કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર દેશની અંદર અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થઇ રહ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એ રીતે દેશની અંદર વિશ્વ સ્તરીય ધોરીમાર્ગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
ત્યારે આજે દેશના સડક અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા તથા દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વની અંદર દેશની અંદર ૧૯ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સમાવેશ કરીને ત્યાં જરૂર પડે ત્યારે ઇમરજન્સી લેન્ડિંગ દેશની સુરક્ષા માટે કરવી હોય તો થઈ શકે તે માટે આજે એક મોટી જાહેરાત કરી છે.
ત્યારે આપણે સૌને આનંદ થાય કે ગુજરાતના સુરતથી બરોડા સુધીના ધોરીમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છની વાત કરવામાં આવે તો નલિયાથી ભુજના ધોરીમાર્ગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આ ધોરીમાર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય માર્ગ,પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ રાજસ્થાનમાં નેશનલ હાઇવે ૯૨૫છ પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતા કહ્યું છે કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય ૧૯ સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૨૫છ પર કટોકટી ઉતરાણ સુવિધાનું ઉદ્ઘાટન કરતા તેમણે કહ્યું કે આ ધોરીમાર્ગ રન-વેને વધુ મજબૂત બનાવશે. જે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને મજબૂત બનાવશે.
આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું નિર્માણ વિક્રમી ઝડપે થઈ રહ્યું છે. અને હવે આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ સેનાને ઉપયોગી થશે, જેથી આપણો દેશ વધુ સુરક્ષિત અને કટોકટીની પરિસ્થિતિઓ માટે હંમેશા તૈયાર રહેશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ દેશમાં નવી સુવિધા ઊભી કરવાની જાહેરાતને સમર્થન આપીને ટ્વીટ કર્યું હતું કે મને વિશ્વાસ છે કે આપણું રક્ષા વિભાગે આગામી સમયમાં માત્ર સશક્ત અને આત્મનિવેદન છે પરંતુ સમગ્ર દુનિયા માટે રક્ષા પ્રણાલીનું મેન્યુફેક્ચરિંગ હબ પણ બનશે.SSS