“નલ સે જલ” યોજના અંતર્ગત ૧૦૬૧ નવા જોડાણ આપવામાં આવ્યા

Files Photo
પાણીના ૬૭ ગેરકાયદેસર જાેડાણ કાયદેસર થયા: પુરાવા વિનાની ૩૩ અરજી મંજુર કરવામાં આવી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, રાજયનો કોઈપણ નાગરીક પાણીથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ “નલ સે જલ” યોજના જાહેર કરી છે.
સદ્ર યોજના અંતર્ગત પાણીના ગેરકાયદે જાેડાણોને કાયદેસર કરી આપવામાં આવે છે તદ્દપરાંત ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જમીન પર થયેલા બાંધકામોમાં પણ પાણીના જાેડાણ આપવાની નીતિ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજય સરકારની જાહેરાત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ “નલ સે જલ”યોજનાનો અમલ શરૂ કર્યો છે.
સદ્દર યોજનાનો લાભ છેવાડાના માનવીને પણ મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન તરફથી ખાસ કેમ્પેઈન પણ શરૂ કરવામાં આવ્યુ છે.
શહેરના જે વિસ્તારોમાં પાણીના નેટવર્ક નથી અથવા ટેન્કર રાજ ચાલી રહયા છે તે વિસ્તારોમાં પણ કોમન જાેડાણ આપવા માટે સક્રિય વિચારણા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને “નલ સે જલ” યોજના અંતર્ગત કુલ ૧૦૬૧ નવા જાેડાણ આપ્યા છે જેમાં રૂા.પ૦૦ ભરાવીને ૬૮ ગેરકાયદેસર જાેડાણોને કાયદેસર કરવામાં આવ્યા છે.
મ્યુનિ. ઠરાવ મુજબ રૂા.પ૦૦ ભરાવી ૩૩ તથા રૂા.પ૦૦ ભરાવ્યા વિના તમામ પુરાવા સાથે ૯૬૦ જાેડાણ મળી કુલ ૧૦૬૧ જાેડાણ આપવામાં આવ્યા છે જેમાં ૩૮૭૪ મકાન (યુનિટ)ને આવરી લેવામાં આવ્યા છે.
શહેરના ઉત્તર- પશ્ચિમ ઝોનમાં પ૧, મધ્યઝોનમાં ૧૩ તથા પૂર્વ ઝોનમાં ૦૪ મળી કુલ ૬૮ ગેરકાયદેસર જાેડાણોને કાયદેસર કરવામાં આવ્યા છે.
જયારે મ્યુનિ. કોર્પોરેશનના ઠરાવ મુજબ ઉ.પ.ઝોનમાં ૧૯, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૦૭, મધ્યઝોનમાં ૦ર તથા દક્ષિણ ઝોનમાં ૦પ મળી ૩૩ જાેડાણ આપવામાં આવ્યા છે.
કાયદેસર જાેડાણમાં દક્ષિણ પશ્ચિમ ઝોન મોખરે છે. દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં પપ૮ તથા દક્ષિણ ઝોનમાં ર૯૩ કાયદેસર જાેડાણ આપવામાં આવ્યા છે.
નલ સે જલ યોજનાનો સૌથી વધુ લાભ ઉત્તરઝોનને મળ્યો છે. ઉત્તરઝોનના ૧પ૯૪ પરિવારને કાયદેસર જાેડાણ આપવામાં આવ્યા છે.
જયારે ઉત્તર પશ્ચિમ ઝોનના ૭પર, દક્ષિણ પશ્ચિમ ઝોનના ૬૦૩, પશ્ચિમ ઝોનના ૩૩૩, પૂર્વ ઝોનના ર૩૭ તથા દક્ષિણ ઝોનના ૩૪ર પરિવાર “નલ સે જલ” યોજનાનો લાભ લઈ ચુકયા છે.
મ્યુનિ. સૂત્રોએ જણાવ્યા મુજબ નવા જાેડાણ આપ્યા બાદ પણ શહેરમાં પાણીની તંગી થાય તેવી કોઈ શક્યતા નથી. તંત્ર પાસે પૂરતા પ્રમાણમાં વો.ડી સ્ટેશન અને નેટવર્ક છે.
મ્યુનિ. કોર્પોરેશન વસ્તીના આાધારે વો.ડી. સ્ટેશન અને નેટવર્ક તૈયાર કરે છે તેમાં કાયદેસર કે ગેરકાયદેસર જાેડાણની ગણત્રી થતી નથી. યોજનાના કારણે પાણીનું સિવિલ વોર બંધ થશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
રાજય સરકારની યોજના મુજબ માત્ર ૬૮ લોકો એ જ ગેરકાયદેસર જાેડાણોને કાયદેસર કરાવ્યા છે બી.યુ પરમીશન તેમજ અન્ય પુરાવા વિનાના ૩૩ જાેડાણ થયા છે
જેનો સીધો મતલબ એ થાય છે કે ગુડા એક્ટની માફક “નલ સે જલ” યોજનામાં લોકો અરજી કરતા ડરી રહયા છે અથવા તો યોજનાની પૂરતી માહિતી લોકો સુધી પહોંચી નથી
ગેરકાયદેસર બાંધકામો મામલે પણ શરૂઆતમાં નાગરીકો ડરી રહયા હતા તે સમયે નાગરીકોને ભય હતો કે અરજી નામંજુર થશે તો બાંધકામ તોડી પાડવામાં આવશે. પરંતુ તેમનો આ ભય ખોટો સાબિત થયો છે.
![]() |
![]() |
“નલ સે જલ” યોજનામાં પણ બી.યુ. વિનાના બાંધકામ ગેરકાયદેસર જાેડાણ તથા સરકારી જમીન પરના બાંધકામોની વિગત જાહેર થવાનો ડર નાગરીકોને સતાવી રહયો છે.
નાગરીકોમાં રહેલા આ કાલ્પનિક ડર ને દૂર કરવા માટે મનપા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તથા તમામ વોર્ડ- વિસ્તારોમાં “નલ સે જલ” યોજનાની માહિતી તથા લાભા-લાભ પહોચાડવા કમર કસી છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે તથા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે.
આ વિસ્તારોના સ્લમ પોકેટમાં કોમન જાેડાણ આપવા માટે પણ વિચારણા ચાલી રહી છે. આ પ્રયોગ સફળ થશે તો “ટેન્કર રાજ” દુર થઈ શકે છે.