નળિયાવાળા મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ
શેખપુર ગામે નળિયાવાળા મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ
શહેરા,પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામે આવેલા રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિક લોકોએ ફાયરવિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ આવી જતા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
શહેરા તાલુકામાં આવેલા શેખપુર ગામના પટેલીયા ફળિયાના એક રહેણાક નળિયાવાળા મકાનમાં આગ લાગી હતી.આગ લાગતા ધુમાડો દેખાતા આસપાસનો લોકો દોડી આવ્યા હતા.
પાણીનો મારો ચલાવીને આગ ઓલવાના પણ પ્રયત્નો કર્યા હતા.સાથે ફાયર વિભાગની ટીમ જાણ કરતા લાશ્કરો આવી પહોચ્યા હતા.અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.આગ લાગવાનુ કારણ હાલ જાણી શકાયુ નથી.પણ હાલ સરસામાન બળી જવાથી નુકશાનીનો પણ અંદાજ લગાવાઈ રહ્યો છે.