નળ સરોવર-થોળ પક્ષી અભયારણ્ય આસપાસના ગામોમાં સવારે અને સાંજે પતંગ ન ઉડાવવા અપીલ
અમદાવાદ, નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વન સંરક્ષક અપીલ કરી છે કે નળ સરોવર તથા થોળ પક્ષી અભયારણ્યમાં ચાલુ વર્ષે યાયાવર પક્ષીઓનું આગમન મોટા પ્રમાણમાં થયું છે આજ રીતે કડી વાઇલ્ડ લાઇફ રેન્જમાં ગીધ પક્ષીઓ પણ સારા પ્રમાણમાં જોવા મળે છે આ વિસ્તારમાં તથા આસપાસના ગામોમાં પક્ષીઓને જાનહાનિ ન થાય તે માટે સવારે અને સાંજે પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ન ઉડાવવા અપીલ કરવામાં આવી છે.
પ્રજાપતિએ આ અભયારણ્યોની આસપાસના ગામોના લોકોએ પક્ષીઓને જાનહાનિ ન થાય તે માટે પ્રતિબંધ દોરીનો ઉપયોગ ન કરવ પક્ષીઓના ઉડવાના સમયે સવારે અને સાંજે પતંગ ન ઉડાવવા પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને સારવાર માટે નજીકના સારવાર કેન્દ્ર ઉપર પહોંચતા કરવા પણ અપીલ કરાઇ છે તેમણે નળ સરોવર અભયારણ્ય અને ધરની આજુબાજુના વિસ્તારો માટે નળ સરોવર ખાતે કેન્દ્રનો મોબાઇલ નં. ૯૯૭૯૬ ૩૬૮૦૦ રાણાગડ નાની કટેચી મુળ બાવળા વિસ્તારો માટે રાણાગઢ કેન્દ્ર મોબાઇલ નં ૭૮૭૪૪૫૦૨૮૦૨ થોળની આજુબાજુના વિસ્તાર માટે મોબાઇલ નં ૯૬૬૨૧ ૩૨૧૮૨ તથા કડી તાલુકાના બાજુબાજુના વિસ્તારો માટે ફોન નં. ૦૨૭૬૪-૨૪૧૦૬૪ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.