નવજાત બાળકીને દૂધની જગ્યાએ ચા-કોફી આપતા મોત નીપજ્યુ
(એજન્સી) ફરીદાબાદ, બાળક ઉછેરવું કોઈ નાનીસુની વાત નથી. તેમાં પણ નવજાત બાળકો સૌથી વધુ નાજુક હોય છે આ સમયે તેમને સૌથી વધુ કાળજીની જરૂર હોય છે. તમારાથી થયેલી એક ચુકના કારણે બાળકને જીવલેણ ઈન્ફેકશન થઈ શકે છે. જાણતા કે અજાણતા કરેલી આ ભૂલના કારણે આખી જીંદગીભર પસ્તાવાનો વારો આવે છે. આવી જ એક ચોંકાવનારી ઘટના હરિયાણાના ફરીદાબાદમાં બની હતી. જ્યાં મા-બાપ અને સંબંધીઓની બેદરકારીના કારણે એક નવજાત બાળકીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
જાણકારી મુજબ પરિવારજનો નવજાત બાળકીને ચા પીવડાવી રહ્યા હતા. આ કારણે તેના ફેફસામાં ઈન્ફેકશન થઈ ગયુ હતુ. પરિવારે નવજાત બાળકને નજીકની એક હોસ્પીટલમાં લઈ જઈ દાખલ કરાયુ હતુ. પરંતુ Âસ્થતિ ગંભીર થતાં ડોક્ટરે તેને દિલ્હી લઈ જવા કહ્યુ હતુ. તેમ છતાં પરિવાર તેને ન લઈ ગયો અને અંતે બુધવારે બાળકીનું મોત નિપજ્યુ હતુ.
સમગ્ર મામલે ડોક્ટરોનું કહેવું છે કે બાળકીના પરિવારજનો તેને ચા-કોફી-પાણી દહી, દૂધ વગેરે વસ્તુઓ પીવડાવી રહ્યા હતા. આ કારણે તેના ફેફસાઓમાં ઈન્ફેકશન થઈ ગયુ હતુ. ડોક્ટર મેઘાએ જણાવ્યુ હતુ કે ફરીદાબાદ નિવાસી સપનાની ત્રણ દિવસની નવજાત દિકરી હતી. બાળકીના જન્મબાદથી જ તે તેને ચા-કોફી, દૂધ અને દહી વગેરે પીવડાવી રહી હતી.
ઈન્ફેકશન થવાના કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. આથી બાળકીને સારવાર માટે તરત જ હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. ર૪ કલાક સુધી તેને એડમિટ કરવામાં આવી હતી. ડો.મેઘાએ કહ્યુ, પરિવરજનોને બાળકીની Âસ્થતિ વિશે પહેલાંથી જ જણાવી દેવામાં આવ્યુ હતુ. બુધવારે સવારે હોસ્પીટલમાં જ તેનું મોત નિપજ્યુ હતુ.