નવજાેત સિંહ સિદ્ધુની અટકાયત, રાજ્યપાલ નિવાસ પર ધરણા કરી રહ્યાં હતાં
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુને ચંદીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં નવજાેત સિંહ કોંગ્રેસના કાર્યકરો સાથે રાજ્યપાલના આવાસની બહાર ધરણા કરી રહ્યા હતા. પ્રિયંકા ગાંધી લખીમપુરમાં બનેલી ઘટના બાદ લખીમપુર જવા રવાના થયા હતા અને ઉત્તરપ્રદેશ પ્રશાસને લખીમપુર પહોંચતા પહેલા જ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.
જેથી ચંદીગઢમાં રાજ્યપાલના નિવાસસ્થાનની બહાર ધરણા દરમિયાન, નવજાેત સિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે તેઓ પંજાબમાં કૃષિ કાયદાઓના અમલને મંજૂરી નહીં આપે.
લખીમપુર ખીરીના કેસનો ઉલ્લેખ કરતા નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું કે પહેલા કેન્દ્ર સરકાર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીનો ઉપયોગ કરતી હતી અને હવે તેઓએ ખેડૂતોની હત્યા કરી છે. નવજાેત સિંહ સિદ્ધુએ ધરણા દરમિયાન ખેડૂત મજૂર એકતા ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ નવજાેત સિંહ સિદ્ધુએ કહ્યું, “શું અમને એ આધાર પર ધરપકડ કરવામાં આવી છે કે જેઓએ ખેડૂત ભાઈઓની ર્નિદયતાથી હત્યા કરી હતી, તેમની ધરપકડની માંગણી કરી હતી, તેથી અમારી ધરપકડ કરી. તે મારો મૂળભૂત અધિકાર છે કે મારે અધિકારો માટે અવાજ ઉઠાવવો જાેઈએ.
શું કારણ કે મેં ખટ્ટર સાહેબના નિવેદન સામે અવાજ ઉઠાવ્યો છે જેમાં ઘમંડની ગંધ આવે છે, શું તે દેશદ્રોહી નથી કે તે ૬૦ ટકા ખેડૂતો પર પોતાનો ઘમંડી વિચાર બતાવી રહ્યા છે? શું આ ઘમંડ છે? અમારા જનરલ સેક્રેટરી પ્રિયંકા જી સાથે ગેરવર્તન, શું આ વસ્તુનો વિરોધ કરવો કાયદાની વિરુદ્ધ છે? “HS