નવજાેત સિંહ સિદ્ધુને હાઈકમાન્ડ આપી શકે છે મોટી જવાબદારી

નવીદિલ્હી: પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સહિત તમામ ધારાસભ્ય અને મંત્રી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડના દરબારમાં હાજરી આપી ચૂક્યા છે. પૂર્વ મંત્રી અને ફાયર બ્રાન્ડ નેતા નવજાેત સિંહ સિદ્ધુએ પણ દિલ્હી જઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મળ્યાં હતા.
સૂત્રોના જણાવ્યાનુસાર આ મુલાકાતમાં કોંગ્રેસના બીજા નેતાઓની તુલનામાં સિદ્ધુની વીઆઈપી ટ્રીટમેન્ટ મળવાને કારણે પંજાબના કોંગ્રેસ નેતા અંદરખાને નારાજ છે તો સિદ્ધુને હવે કોંગ્રેસ હાઈકમાન્ડ મોટી જવાબદારી સોંપી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર કોંગ્રેસ સિદ્ધુને પ્રચાર કમિટીના ચેરમેન પણ બનાવી શકે છે.
સિદ્ધુને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતા નારાજ થયેલા કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે સિદ્ધુ ધારાસભ્ય છે પરંતુ બીજા ધારાસભ્યોની ઉપેક્ષા કરીને તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવી સારી વાત નથી. પંજાબ કોંગ્રેસ અધ્ય સુનિલ જાખડે જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓમાં અરસપરસનો મતભેદ ખતમ થવો જાેઈએ. તેમણે કહ્યું કે મને કોંગ્રેસ હાઈકમાન્ડે બોલાવ્યો નથી. આશા છે કે ૨૦૨૨ ની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ શમી જશે.