નવજાેત સિંહ સિદ્ધુ પર પાર્ટી હાઈકમાન્ડ હવે મહેરબાન
ચંડીગઢ,: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો ર્નિણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈકમાન નવજાેત સિંહ સિદ્ધુ પર મહેરબાન જાેવા મળી રહી છે. તેમને જલદી કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આગામી વર્ષે થનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને જાેતા પાર્ટી હાઈકમાન પંજાબમાં એન્ટી ઈન્કમ્બન્સી (સત્તા વિરોધી લહેર)ને દૂર કરવાની કોશિશમાં છે. આ માટે કેપ્ટન અમરિન્દર સિંહ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. કોઓર્ડિનેશન કમિટીએ પણ તેની ભલામણ કરી છે.
નવજાેત સિંહ સિદ્ધુ હાલ દિલ્હીમા છે અને તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની મુલાકાત કરી હતી. જાે કે સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધી નવજાેત સિંહ સિદ્ધુથી નારાજ છે અને સોનિયા ગાંધી સાથે હજુ સુધી તેમની મુલાકાત થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ હાઈકમાન નવજાેત સિંહ સિદ્ધુને પંજાબમાં કેમ્પેઈનિંગ કમિટીના ચીફનું પદ આપવા માંગે છે. પરંતુ સિદ્ધુ હાઈકમાનની આ ઓફરથી ખુશ નથી.
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ગુરુવારે કોંગ્રેસના હિન્દુ ભાઈચારાના નેતાઓ સાથે ૪ કલાક ચંડીગઢમાં બેઠક કરી. આ દરમિયાન હિન્દુ ભાઈચારાના નેતાઓએ સિદ્ધુ અંગે સીએમ સામે પોતાની વાત રજુ કરી. જેમાં ત્રણ મુખ્ય વાતો હતી. ૧. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી (ઁઁઝ્રઝ્ર) ચીફ હિન્દુ ભાઈચારાના નેતા હોવા જાેઈએ. ૨ સિદ્ધુને ઁઁઝ્રઝ્ર ના ચીફ તરીકે સ્વીકારવામાં નહીં આવે. ૩. હાઈકમાને પંજાબના શહેરી વોટરને ધ્યાનમાં રાખવા જાેઈએ.
હાઈકમાને સીએમ કેપ્ટન અમરિન્દર સિંહને પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું હતું, પરંતુ હજુ સુધી સીએમએ પીસી કરી નથી. આ બધા વચ્ચે એવી અટકળો થઈ રહી છે કે અમરિન્દર સિંહ એકવાર ફરીથી દિલ્હી આવી શકે છે અને કોંગ્રેસ હાઈકમાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે.
અકાલી દળના નેતા મહેશ ઈન્દર સિંહ ગ્રેવાલે નવજાેત સિંહ સિદ્ધુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પંજાબ બરબાદ થઈ રહ્યું છે અને કોંગ્રેસ પોતાની સીટ બચાવવામાં લાગી છે.