નવજાેત સિદ્ધુ લીવર સંબંધિત સમસ્યાના લીધે હોસ્પિટલમાં દાખલ
ચંડીગઢ, કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજાેત સિંહ સિદ્ધુને લીવર સંબંધિત સમસ્યા સામે આવ્યા બાદ સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ચંદીગઢ પીજીઆઈના નેહરુ હોસ્પિટલ એક્સટેન્શનના હેપ્ટોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર સિદ્ધુ હાલમાં તેમની દેખરેખમાં છે. તેમની હાલત હવે સ્થિર છે.
આ પહેલા તેમને સવારે હેપ્ટોલોજી ટેસ્ટ માટે પીજીઆઇ ચંદીગઢ લાવવામાં આવ્યા હતા. તેને અહીંથી લઈ ગયા બાદ ફરી એકવાર સિદ્ધુને પીજીઆઈ લાવવામાં આવ્યો. મળતી માહિતી મુજબ, સિદ્ધુના સવારે કરવામાં આવેલા ટેસ્ટમાં કોઈ સમસ્યાને જાેતા તેમને ફરીથી પીજીઆઈ લાવવામાં આવ્યા છે. જે બાદ તેને હેપ્ટોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.HS1MS