નવજાેત સિધ્ઘુએ પંજાબના નાયબ મુખ્યમંત્રી નું પદ ઠુકરાવી દેતા કોંગ્રેસ ચિંતામાં
ચંડીગઢ: પંજાબમાં કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિધ્ધુની વચ્ચે ચાલી રહેલ તિરાડને તોડવા માટે એક સમિતિની રચના કરી હતી પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ થતા જાેવા મળી રહ્યાં છે.કેપ્ટનની લીડરશીપ બની રહેવા અને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવાની પેશકશને સિધ્ધુએ ઠુકરાવી દીધુ છે.કોંગ્રેસના સુત્રોનું કહેવુ છે કે સિધ્ધુએ મલ્લિકાર્જૂન ખડગેની લીડરશિપવાળી પેનલને સ્પષ્ટ કહી દીધુ છે કે તે કેપ્ટન અમરિંદરની સાથે કામ કરવામાં સહજ રહેશે નહીં કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પેનલને કહ્યું કે જાે તે નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારી પણ લે તો પણ સહજ અનુભવશે નહીં
કોંગ્રેસના સુત્રો અનુસાર સિધ્ધુએ પેનલને કહ્યું કે કેપ્ટન અમરિંદર સિંહ પહોંચની દુર રહે છે એટલું જનહીં તેમણે દાવો કર્યો કે રાજયમાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં છે અટલું જ નહીં બાદલ પરિવાર પર હંમેશા હુમલાખોર રહેલ સિધ્ધુએ કહ્યું કે તે પંજાબ સરકારના કામકાજથી પ્રભાવિત કરી રહ્યાં છે.
પેનલની સામે સિધ્ધુના આ મતથી સ્પષ્ટ થઇ ગયું છે કે પજાબમાં કોંગ્રેસની તિરાડને રોકવી હાઇકમાન્ડ માટે માથાનો દુખાવો બની રહેશે માનવામાં આવી રહ્યું હતું કે પેનલ તરફથી કોંગ્રેસને જે રિપોર્ટ આપ્યો છે તેના પર તાકિદે કેટલીક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હવે સિધ્ધુની અતિમહત્વાકાંક્ષાને કારણે તમામ પ્રયાસો પાયા ઉપરથી ઉતરી શકે છે.
તાજેતરમાં અબોબરમાં સિધ્ધુના પોસ્ટરો જાેવા મળ્યા હતાં કહેવાય છે કે સિધ્ધુ ૨૦૨૨ માટે ખુદને કેપ્ટન તરીકે રજુ કરવાનો દાવો કરી રહ્યાં છે
આ એજ બેઠક છે જયાંથી પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ ધારાસભ્ય છે. આવામાં સિધ્ધુના પોસ્ટરોથી એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ તે પ્રદેશ અધ્યક્ષ બનવા ઇચ્છે છે. આ તે પદ છે જેને લઇ કેપ્ટન કહે છે કે તે આ પદ પર સિધ્ધુને જાેવા માંગતા નથી જાે પ્રદેશ અધ્યક્ષ પદ સિધ્ધુને આપવામાં આવે તો તિરાડ વધુ ઉભી થઇ શકે છે.
આ ઉપરાંત મિશન ૨૦૨૨ને પણ નુકસાન થઇ શકે છે. કહેવાય છે કે પેનલે સિધ્ધુને રાષ્ટ્રીય સ્તર પર પદ આપવાની પણ પેશકશ કરી છે પરંતુ તેમણે તેનો પણ ઇન્કાર કર્યો છે. સિધ્ધુએ કહ્યું હતું કે તે પંજાબની રાજનીતિમાં જ રહેવા માંગે છે. જાે કે હવે સિધ્ધુ શું પગલા લે છે તે જાેવાનું રહ્યું પાર્ટી હાઇકમાન્ડની સાથે બેઠક બાદ તે સામે આવ્યા નથી અને ન તો કોઇ ટ્વીટ કર્યું છે કહેવાય છે કે સિધ્ધુ લડી લેવાના મુડમાં છે.