નવજાેત સિહ સિધ્ધુએ ટ્વીટ એકાન્ટ પ્રોફાઇલમાંથી કોંગ્રેસનું નામ હટાવ્યું

ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે પંજાબના નેતાની વાત કરીએ તો નવજાેત સિંહ સિધ્ધુ હંમેશાથી જ ટોપ પર જાેવા મળ્યા છે પોતાના એક ટ્વીટથી જ પંજાબમાં રાજનીતિ રંગ બદલનાર નવજાેત સિંહ સિધ્ધુ એકવાર ફરી ચર્ચામાં છે.
સિધ્ધુએ પોતાના ટિ્વટર એકાઉન્ટમાંથી કોંગ્રેસ શબ્દ હટાવી દીધો છે. સિધ્ધુ તરફથી આમ કર્યા બાદ એકવાર ફરી પંજાબમાં રાજનીતિ વાતાવરણ ગરમાયુ છે. રાજનીતિના નિષ્ણાંતોની વાત માનીએ તો તેની અસર હવે પંજાબની આગામી વિધાનસભા ચુંટણીમાં સ્પષ્ટ જાેવા મળી શકે છે પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિધ્ધુ વચ્ચે મતભેદ જગજાહેર છે પરંતુ સિધ્ધુ તરફથી ટિ્વટક એકાઉન્ટથી કોંગ્રેસ શબ્દ હટાવી દેવો આગામી રાજનીતિક ખેલને બદલી શકે છે.
એ યાદ રહે કે સિધ્ધુએ ટિ્વટરથી કોંગ્રેસનો શબ્દ હટાવી દીધો હતો તેમણે કોટકપુરા અને બહિબલ કલા ગોળીબાર મામલામાં એસઆઇટીની તપાસ રદ થવા માટે પણ પોતાની જ સરકારની વિરૂધ્ધ ટીપ્પણી કરી હતી. કિસાન આંદોલન બાદથી જ સોશલ મીડિયા પર સક્રિય થયેલ નવજાેત સિંહ સિધ્ધુ દરરોજ પોતાના સોશીલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ દ્વારા ચર્ચામાં બની રહે છે હવે આગળની રાજનીતિમાં ઉથલ પાથલ તયાં સુધી જાય છે તે તો સમય જ બતાવશે
એ યાદ રહે કે પંજાબ કેબિનેટ મંત્રી રહેલા સિધ્ધુને મુખ્યમંત્રી અમરિદર સાથે મતભેદ ઉભા થયા હતાં જેને કારણે મુખ્યમંત્રીએ તેમને કેબિનેટમાંથી પડતા મુકયા હતાં સિધ્ધુ ત્યારથી રાજનીતિથી લગભગ દુર જ થઇ ગયા હતાં અને એવી અટકળો પણ લાગી રહી હતી કે કોંગ્રેસ તેમને મોટી જવાબદારી સોંપી શકે છે
પરંતુ આમ થયું નથી કોંગ્રેસે પાંચ રાજયોની ચુંટણીમાં સિધ્ધુને પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુકયા હતાં પરંતુ તેઓ પ્રચાર કરવા માટે ગયા ન હતાં આથી હાઇકમાન્ડ પણ નારાજ થયું હતું જાે કે કિસાન આંદોલનથી તેઓ સક્રિય થતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેઓ કોગ્રેસ છોડી પોતાની પાર્ટી બનાવી શકે છે.