નવજાેત સિહ સિધ્ધુએ ફરી કેપ્ટન સરકાર ઉપર નિશાન સાધ્યું
જાલંધર: પંજાબના મંત્રાલયથી બહાર થઇ ચુકેલ નવજાેત સિંહ સિધ્ધુ સોશલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવતા રહે છે પરંતુ આ વખતે તેમણે પોતાની જ સરકારની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે.પોતાના ટિ્વટર પર આવનાર નવાર તે પોતાની ભાવનાઓ સતત વ્યકત કરતા રહે છે.
નવજાેત સિહ સિધ્ધુએ એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું કે ફન કુચલને કા હુનર ભી શિખિએ જનાબ..સાંપો કે ખૌફ સે જંગલ નહીં છોડા કરતે.આ ટ્વીટ દ્વારા સિધ્ધુએ પોતાની જ સરકાર પર નિશાન સાધ્યું છે.
એ યાદ રહે કે સિધ્ધુ પહેલા લોકલ બોડીમાં કાર્યરત હતાં પરંતુ કેબિનેટ મંત્રી તરીકે તેમને હટાવ્યા બાદ તે રાજનીતિથી ખુબ પાછળ ચાલ્યા ગયા હતાં પરંતુ ૨-૩ મહીનાથી તે ફરીથી સક્રિય થઇ ગયા છે સિધ્ધુને મુખ્યમંત્રી બનાવવાની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. આ કરણે જ ગત દિવસોમાં તેમને મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીની ઉપાધિ મળવાની પણ આશા વ્યકત કરવામાં આવી રહી હતી કેબિનેટમાં પણ તેમને કોઇ મોટું પદ મળવાની આશા હતી.
એવી પણ અટકળો હતી કે કોંગ્રેસ સિધ્ધુને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી શકે છે પરંતુ સિઘ્ધુની હરકતોને લઇ સ્થાનિક કોંગ્રેસના નેતાઓ તો નારાજ છે પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ પણ તેમનાથી નારાજ છે કારણ કે કોંગ્રેસે પશ્ચિમ બંગાળ અને આસામના પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં સિધ્ધુનું નામ પણ સામેલ કર્યું હતું જાે કે સિધ્ધુ હજુ સુધી કોંગ્રેસ માટે ચુંટણી પ્રચાર કરવા માટે ગયા નથી સિધ્ધુ અને મુખ્યમંત્રી અમરિદર સિંહની વચ્ચે મતભેદ જગજાહેર છે સિધ્ધુ અવારનવાર મુખ્યમંત્રી પર પ્રહારો કરે છે.આજે પણ આ ટ્વીટમાં તેમણે એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે ભલે ગમે તે થઇ જાય પરંતુ તો પોતાના રસ્તાથી પાછા ફરશે નહીં