નવજોત સિંહ સિદ્ધુ 14 મહિના બાદ ટ્વીટર પર દેખાયા
નવી દિલ્હી, 14 મહિનાનો ટ્વીટર વનવાસ ભોગવી પાછા આવેલા પંજાબના પૂર્વ મંત્રી નવજૌત સિંહ સિદ્ધૂએ આવતાની સાથે જ મોદી સરકાર પર બરાબરના પ્રહારો કર્યા છે. તેમણે ખેડૂતોના મુદ્દા પર કેન્દ્ર સરકારનો ઘેરાવ કર્યો છે. લોકસભામાં પાસ થયેલા બે વિવાદાસ્પદ કૃષિ બિલના વિરોધમાં સિદ્ધુએ પણ અવાજ ઉઠાવ્યો છે. સિદ્ધૂએ એક પછી એક એમ ટ્વીટ કર્યા છે.
પહેલા ટ્વીટમાં સિદ્ધુએ લખ્યુ છે કે, સરકારે આખી જીંદગી આવી જ ભૂલો કરી છે. ઘૂળ તેમના ચહેરા પર હતી અને તેઓ અરીસો સાફ કરતા રહ્યા. બીજા ટ્વીટમાં એમણે કહ્યુ હતું કે, કિસાન પંજાબની આત્મા છે. શરીરના ઘા સાજા થઈ જાય, પણ આત્મા પર લાગેલા ઘા સાજા થતાં નથી. આગળ તેમણે કહ્યુ હતું કે, અમારા અસ્તિત્વ પરનો હુમલો સહન નહીં કરીએ. પંજાબ, પંજાબી અને દરેક પંજાબી ખેડૂતોની સાથે છીએ.