નવનીત એજ્યુકેશને ‘મોમ આઈ નો’ લોન્ચ કર્યું
- એક વર્ષ લાંબો આ શૈક્ષણિક કાર્યક્રમ બાળકોને ઘરમાં પ્રેક્ટિસ કરવામાં મદદ કરશે
કોવિડ-19 મહામારી દુનિયાભરમાં ફેલાઈ છે ત્યારે ભારત સહિત મોટા ભાગના દેશોએ સ્કૂલો હંગામી ધોરણે બંધ રાખવાની ઘોષણા કરી છે, જેને લીધે દુનિયાભરમાં બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે. આ મુશ્કેલ સમયમાં બાળકો માટે ભણવાનો અનુભવ અને તેનાં પરિણામો સુધારવાના ધ્યેય સાથે નવનીત મોમ આઈ નો નામે અભ્યાસ કાર્યક્રમ લાવી છે, જે ઘરમાં વાલીઓને મદદરૂપ થશે.
નવનીત એજ્યુકેશન લિમિટેડના ડાયરેક્ટર શૈલેન્દ્ર ગાલાએ જણાવ્યું હતું કે નવનીત કટોકટીના સમયમાં પણ શિક્ષણ બાળકો સુધી પહોંચે તેમાં વિશ્વાસ રાખે છે. વર્તમાન સ્થિતિમાં બાળકો માટે સ્કૂલો અને ટ્યુશનોમાં અવરોધ પેદા થયો છે અને નિયોજિત રીતે ચાલી નહીં શકે. મોમ આઈ નો કાર્યક્રમ આવા સમયે વાલીઓને બાળકો માટે આખા વર્ષનો ભણવાનો કાર્યક્રમ આવરી લે છે અને સ્કૂલ પ્રોગ્રામનો ટેકો આપે છે. અમારી પ્રોડક્ટો ઈન્ટરએક્ટિવ, મોજીલી અને જ્ઞાની છે, જે બાળકના હિતને ધ્યાનમાં રાખવાની ખાતરી આપે છે. હું તેની સફળતા જોવા ઉત્સુક છું.
નવનીત હંમેશાં જ્ઞાન આપવાની વાત આવે ત્યારે આગળ રહે છે. શૈક્ષણિક ઉત્પાદનો માટે એક છત હેઠળનું સ્થળથી લઈને બ્રાન્ડ બાળકોનાં પુસ્તકો માટે હવે કાયમી ગો-ટુ પ્લેસ બની ચૂકી છે. નવો રજૂ કરાયેલો મોમ આઈ નો કાર્યક્રમ 3+, 4+ અને 5+ વયજૂથના બાળકોને મદદરૂપ થશે અને દરેક વયજૂથ માટે કસ્ટમાઈઝ્ડ બોક્સીસ ધરાવે છે. દરેક બોક્સમાં સાક્ષરતા કુશળતાનાં 7 પુસ્તકો, આંકડાકીય કુશળતાનાં 3 પુસ્તકો, સામાન્ય જાગૃતિનાં 2 પુસ્તકો અને રિવોર્ડ અને મોટિવેશનલ સ્ટિકર્સનો સમાવેશ થાય છે.
બાળકો માટે સ્કૂલો મોડેથી ચાલુ થવાની છે અથવા સ્થાનિક લોકડાઉનને લીધે અવરોધ પેદા થયો છે ત્યારે મોમ આઈ નો ઘરમાં ભણવા પર ભાર આપીને શાળા કાર્યક્રમને ઉત્તમ ટેકાનું કામ કરશે. એમઆઈકે કિટમાં શાળા અભ્યાસક્રમ સાથે સુમેળ સાધતી બાળક અનુકૂળ તસવીરી પ્રવૃત્તિઓ, સ્વતંત્ર ભણનારા માટે વ્યાપક અને પદ્ધતિસર કાર્યક્રમ અને ઈઝી-ટુ- યુઝ સ્કૂલ રેડીનેસ કિટ્સનો સમાવેશ થાય છે, જે પરિવારો માટે બાળકોને ભણવાનાં બધાં મુખ્ય પાસાંઓમાં મહત્ત્વપૂર્ણ પાયાની કુશળતાઓ નિર્માણ કરવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમ બાળકો માટે એખ વર્ષનો સંપૂર્ણ ભણવાનો કાર્યક્રમ આવરી લેશે.
એનસીએફ (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક- સરકારી સંસ્થા) માર્ગદર્શિકા પર આધારિતઃ
• વાલીઓ નિમ્નલિખિત આસાન પગલાં દ્વારા આ વર્કશીટ્સનો આસાનીથી વહીવટ કરી શકે છે.
• આખા વર્ષ માટે એક છત હેઠળ નિવારણ, જેમાં વાલીઓ વિવિધ પુસ્તકો ચૂંટીને સમસ્યાનો ઉકેલ લાવી શકે અને બાળકોને ભણાવી શકે છે.
• બાળક વિકાસ નિષ્ણાતો દ્વારા વિકાસ.
• ઉંમર યોગ્ય ગ્રેજ્યુએટિંગ મુદ્દાઓ.
વાલીઓ ફ્લિપકાર્ટ.કોમ, ફર્સ્ટક્રાય.કોમ અને અગ્રણી સ્ટોર્સમાં પણ આ પુસ્તકો ખરીદી શકે છેઃ
ચિલ્ડ્રન્સ બુક્સના પબ્લિકેશન હેડ પ્રીતિ ગોસલિયાએ જણાવ્યું હતું કે નવનીતનો બાળકોનો પુસ્તકનો વિભાગ હંમેશાં બાળકો માટે માહિતીસભર અને મોજીલા ભણતરની ખાતરી રાખે છે. વર્તમાન સંજોગો જોતાં મોમ આઈ નો સ્કૂલ પ્રોગ્રામ અને હોમ રેઈનફોર્સમેન્ટ લર્નિંગ પ્રોગ્રામ માટે મજબૂત આધાર તરીકે કામ કરશે. આ પ્રોગ્રામ 5 સૈદ્ધાંતિક કુશળતાઓનો વિકાસ વધારશે, જેમાં ગણિત, સાક્ષરતા, ફોનિક્સ, રીડિંગ અને પર્યાવરણીય વિજ્ઞાનનો સમાવેશ રહેશે, જે બાળક માટે આખા વર્ષનો અભ્યાસ આવરી લે છે. હું મોમ આઈ નોની સફળતા જોવા ઉત્સુક છું અને આવા વધુ કાર્યક્રમ નિર્માણ કરવાનું લક્ષ્ય છે.