નવમા મહિને પણ શૂટિંગમાં વ્યસ્ત રહે છે કરીના કપૂર
મુંબઈ: કરીના કપૂર ખાન બીજી વખત પ્રેગ્નેન્ટ છે. ફેબ્રુઆરીના શરૂઆતના દિવસોમાં કરીના કપૂરના બીજા બાળકનો જન્મ થવાનો છે. ત્યારે પ્રેગ્નેન્સીના છેલ્લા દિવસોમાં પણ કરીના કામ કરી રહી છે. આજે એક્ટ્રેસે સેટ પરથી એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે.
હાલના ફોટોશૂટનો મ્જી વિડીયો કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે. મિન્ટ શેડના મેટરનિટી ગાઉનમાં કરીના કપૂર પોતાનો બેબી બંપ ફ્લોન્ટ કરી રહી છે. આ બૂમરેંગ વિડીયો શેર કરતાં કરીનાએ લખ્યું, ૯ મહિના અને મજબૂત થઈ રહી છું. આ વિડીયો બેબોની સ્ટાઈલિસ્ટ તાન્યા ગરવીએ રેકોર્ડ કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં બેબો પિંક આઉટફિટમાં જાેવા મળી રહી છે. બેબી બંપ ફ્લોન્ટ કરી રહેલી કરીના આ તસવીરોમાં ખૂબસૂરત લાગી રહી છે.
કરીનાના ફેન પેજ પર પણ કરીનાના શૂટની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. એક તસવીરમાં મિન્ટ ગાઉનમાં કરીના કેમેરા સામે પોઝ આપી રહી છે. તો બીજા વિડીયોમાં કરીના પ્રેમથી પોતાના બેબી બંપ પર હાથ ફેરવતી જાેવા મળે છે.
કરીના કપૂર ખાન આજે શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે સૈફ અલી ખાન દીકરા તૈમૂરને સાચવી રહ્યો છે. આજે બપોરે બાપ-દીકરાની જાેડી બાંદ્રા સ્થિત તેમના ઘરે જાેવા મળી હતી. તસવીરમાં જાેઈ શકો છો કે તૈમૂર બ્લેક ટી-શર્ટ અને પેન્ટમાં જાેવા મળ્યો હતો. તૈમૂરે કેપ પહેરી હતી અને હાથમાં રમકડું જાેવા મળી રહ્યું છે. તૈમૂર અગાઉ પણ ઘણી વખત હાથમાં રમકડા સાથે પાપારાઝીના કેમેરામાં કેદ થયો છે. સૈફ અલી ખાન ગ્રે ટી-શર્ટ અને બ્લૂ પેન્ટમાં જાેવા મળ્યો હતો.
જણાવી દઈએ કે, સૈફ અને કરીનાએ ઓગસ્ટ ૨૦૨૦માં બીજીવાર પેરેન્ટ્સ બનવાના હોવાની જાહેરાત કરી હતી. હાલ તેઓ ૪ વર્ષના દીકરા તૈમૂરના માતાપિતા છે અને ટૂંક સમયમાં જ તેમનું બીજું બાળક જન્મ લેશે. બીજા બાળકના જન્મ પહેલા કપલ નવા ઘરમાં શિફ્ટ થયું છે. જૂનું ઘર નવા ઘર કરતાં મોટું છે.