નવયુગ કોમર્સ કોલેજના ખેલાડીની સિદ્ધિઃ કુસ્તીની ટીમમાં પસંદગી
નવયુગ કોમર્સ કોલેજમાં એફ.વાય.બી.કોમમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નાયક દિપકભાઇ ગોપાબન્ધુ (એફ.વાય. બી.કોમ.) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કુસ્તી (ભાઇઓ)ની ટીમમાં પસંદગી પામી, ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી સ્પર્ધા રમવા માટે ગુરુ જમ્બેશ્વર ઓફ સાયન્સ ટેક્નોલોજી હિસાર(હરીયાણા) મુકામે રમવા જશે. કોલેજને આ સિદ્ધિ આપવા બદલ કોલેજના આચાર્યશ્રી.ડો.વિનોદભાઇ એન.પટેલ, પ્રા.ડો.રાજેશભાઇ નાયક, તથા શારીરિક શિક્ષણના પ્રા.સી.કે.અસારિયા તેમજ કોલેજ પરિવારે ખેલાડીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.