Western Times News

Gujarati News

નવરંગપુરાઃ કારીગર રૂ.પપ લાખનું સોનુ લઈ ફરાર

સોનીએ દાગીના બનાવવા માટે સોનાની લગડીનો મોટો જથ્થો પશ્ચિમ બંગાળના કારીગરને આપ્યો હતોઃ નવરંગપુરા પોલીસે હાથ ધરેલી તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ :  અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ખાસ કરીને નોટબંધી બાદ છેતરપીંડીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે વહેપારી આલમમાં છેતરપીંડીની ઘટનાઓથી અનેક વહેપારીઓએ લાખો રૂપિયા ગુમાવ્યા છે ખાસ કરીને કાપડ મહાજન અને સોની બજારમાં વહેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ વધુ પ્રમાણમાં જાવા મળી રહી છે.

આ પરિÂસ્થતિમાં શહેરના સી.જી.રોડ પર સોનાના દાગીના બનાવવાનો ધંધો કરતા એક સોનીએ પશ્ચિમ બંગાળના એક કારીગરને લાખો રૂપિયાની કિંમતનું સોનુ આપી દાગીના બનાવવાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ થોડા દાગીના બનાવ્યા બાદ આ કારીગર રૂ.પપ લાખનું સોનુ લઈ ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી પશ્ચિમ બંગાળ પોલીસની પણ મદદ લેવાનો નિર્ણય કર્યો છે અને આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે લગ્નસરાની સીઝન હવે આવી ગઈ છે આ ઉપરાંત સોનાના ભાવમાં પણ અસામાન્ય ઉછાળો જાવા મળ્યો છે અને હજુ પણ ભાવ વધવાની દહેશતના પગલે સોની બજારમાં સોનાના દાગીના ખરીદવા માટે ભારે ધસારો જાવા મળી રહયો છે ખાસ કરીને લગ્ન માટે મોટા પ્રમાણમાં દાગીના બનાવવાનો ઓર્ડર મળવા લાગ્યો છે.

શહેરના નારણપુરા વિસ્તારમાં શિવસંકલ્પ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ સોની નામના ૪ર વર્ષના વહેપારીની નવરંગપુરા સી.જી.રોડ પર ગોલ્ડન સિગ્નેચર કોમ્પલેક્ષમાં આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ નામની દુકાન આવેલી છે. દિનેશભાઈ સોની ખાસ કરીને સોની વહેપારીઓ પાસેથી તથા પોતાની દુકાન માટે સોનાના દાગીના બનાવવાનો કોન્ટ્રાકટ લે છે.

લગ્નગાળાની સીઝન માટે તેમને સોનાના દાગીનાના જુદા જુદા વહેપારીઓ પાસેથી મોટો કોન્ટ્રાકટ મળ્યો હતો તેમની દુકાનમાં પાંચ જેટલા કારીગરો દાગીના બનાવવાની કામગીરી કરી રહયા છે જેમાં ખમાસા લકી હોટલની બાજુમાં શારદા પંડિતની ચાલીમાં રહેતો અને મુળ પશ્ચિમ બંગાળનો સંજુ ગોવિંદ પાલ નો પણ સમાવેશ થાય છે ઘણા સમયથી સંજુ દિનેશભાઈને ત્યાં દાગીના બનાવવાનું કામ કરતો હતો.
દિનેશભાઈ સોનીએ સોનાના દાગીના બનાવવા માટે સોનાની લકીઓ કારીગરોને આપી હતી

જેમાંથી સંજુ પાલને કુલ ૩ર૭ર.૬૦૮ ગ્રામ સોનુ આપ્યુ હતું અને તેમાંથી તેમણે બતાવેલી ડીઝાઈન મુજબ દાગીના બનાવવાના હતા સંજુ પાલે પ્રારંભમાં અડધા ઉપરાંતના સોનામાંથી દાગીના બનાવી દિનેશભાઈને આપ્યા હતા અને દિનેશભાઈએ આ દાગીના બનાવવા માટેની મજુરી પણ સંજુને ચુકવી દીધી હતી અને હજુ પણ દાગીના બનાવવાના બાકી હતા. બાકી રહેલા સોનામાંથી દાગીના બનાવવાની કામગીરી ચાલી રહી હોય તેવુ સંજુએ જણાવ્યું હતું.

થોડા દિવસ થવા છતાં સંજુ બાકીના સોનાના દાગીના જમા કરાવ્યા ન હતા જેના પરિણામે દિનેશભાઈ ચોંકી ઉઠયા હતા અને સંજુની તપાસ શરૂ કરી હતી સૌ પ્રથમ ખમાસા વિસ્તારમાં તેના ઘરમાં તપાસ કરતા ઘરે તાળુ મારેલુ જાવા મળ્યુ હતું આ ઉપરાંત અન્ય કારીગરો સાથે પણ તેની પુછપરછ કરી હતી પરંતુ સજુનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

સંજુ પાસે હજુ પણ ૧પ૧૦ ગ્રામ સોનુ બાકી હતું જેની અંદાજે કિંમત પપ.૬૦ લાખ જેટલી થવા જાય છે આટલી મોટી રકમનું સોનુ લઈ સંજુ ફરાર થઈ જતાં દિનેશભાઈ ગભરાઈ ગયા હતાં અને તાત્કાલિક નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને ત્યાં સમગ્ર હકીકત જણાવતા તાત્કાલિક પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં દિનેશભાઈ સોનીની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે સંજુ પાલ વિરૂધ્ધ રૂ.પપ.૬૦ લાખના સોનાની છેતરપીંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં સોનાના દાગીના બનાવવા માટે મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળના કારીગરો કામ કરી રહયા છે. દાગીના બનાવવામાં આ કારીગરોની ખૂબ જ સારી આવડતના કારણે તેઓ ગુજરાતમાં વસવાટ કરી રહયા છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં કારીગરો સોનુ લઈને ફરાર થઈ જતા હોય છે આ કેસમાં પણ આવુ જ બન્યું છે સૌ પ્રથમ શેઠીયાનો વિશ્વાસ જીત્યા બાદ સંજુ પાલ સોનુ લઈને ફરાર થઈ ગયો છે નવરંગપુરા પોલીસે આ અંગે પશ્ચિમ બંગાળમાં તેના નિવાસસ્થાને પણ  તપાસ શરૂ કરાવી છે અને આ માટે સ્થાનિક પશ્ચિમ બંગાળની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.