નવરંગપુરાનાં એજન્ટે કેનેડા મોકલવાનાં બહાને ૧ર.૭૦ લાખ પડાવી લેતાં ફરીયાદ
(પ્રતિનિધી) અમદાવાદ, શહેરમાં વિદેશ મોકલી આપવાના નામે અઢળક કન્સલટન્સી ખોલીને બેઠેલાં ગઠીયાઓ ભોળા નાગરીકો સાથે છેતરપીંડી કરવાની કોઈ તક ચૂકતાં ન હોય તેમ વધુ એક વખત નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ૧૦.૭૦ લાખની ફરીયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાલમાં રહેતા અને બાપુનગરમાં ફેકટરી ધરાવતાં સુરેશભાઈ પટેલના દિકરા મિલનનો અભ્યાસ પુરો થતાં તેને વધુ અભ્યાસ કરવા કેનેડા જવું હતું.
જે અંગે તે આશ્રમ રોડ પર આવેલી ઓમ એજ્યુકેશન સંસ્થામાં ગયા હતા જયાં દિપક રૂપાણી નામના વ્યક્તિએ કેનેડા મોકલી આપવાની બાંહેધરી આપી ટુકડે ટુકડે કુલ ૧૭.૩ર લાખ રૂપિયા મેળવી લીધા હતા. જાેકે વિઝા પ્રોસેસ કરી નહતી, જેથી સુરેશભાઈએ રૂપિયા પરત માંગતા દિવસે તેમના પુત્રને અમેરીકા મોકલવાની વાત કરી હતી, જાેકે તેની પણ કોઈ પ્રોસેસ કરી નહતી.
બાદમાં સુરેશભાઈએ પુત્ર મિલનને અન્ય જગ્યાએથી અમેરીકા મોકલી આપ્યો હતો એ વખતે દિપકે ૬ લાખ પરત આપ્યા હતા બાદમાં દર મહીેને પ૦ હજાર આપવાની વાત કરી હતી. પરંતુ એક વખત પ૦ હજાર રૂપિયા આપ્યા બાદ પણ વારંવાર માંગણી કરવા છતં દિપકે રૂપિયા ન આપતાં સુરેશભાઈ છેવટે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને દિપક રૂપાણી વિરુધ્ધ બાકી નીકળતાં ૧૦.૭૦ લાખ રૂપિયા અંગે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે.