નવરંગપુરામાં એક જ ફલેટના બે મકાનોમાં ચોરીઃ રહીશોમાં ગભરાટ
પોલીસે ઘટનાસ્થળેથી ચોરી કરતા શખ્સના સીસીટીવી ફૂટેજ મેળવ્યા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રોજેરોજ શહેરમાં બનતી ગંભીર પ્રકારની ઘટનાઓમાં પગલે શહેર પોલીસની કામગીરી ઉપરાંત તેમની ઈચ્છાશÂક્ત સામે નાગરીકો હવે શંકા સેવવા લાગ્યા છે.
પોલીસ પોતે સક્રિય હોવાના બણગા ફૂંકી રહી છે. અને સમયાંત્તરે અત્યાધુનિક સાધનો વસાવી રહી છે. તેમ છતાં ગુનાખોરી અટકવાના બદલે વધુને વધુ બની રહ્યા છે. આ સ્થિતિમાં નવરંગપુરામાં આવેલા એક એપાર્ટમેન્ટના બે મકાનમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીની હકીકત બહાર આવી હતી.
નવરંગપુરાની શ્રીમાળી સોસાયટીમાં નીકિતા એપાર્ટમેન્ટ આવેલ છે. બુધવારે બપોરે બાર વાગ્યાના સુમારે એક અજાણ્યો ઈસમ નીકિતા ફલેટમાં પ્રવેશ્યો હતો. અને મકાનના દવાજા ખુલ્લો દેખાતા તેમાં ઘુસી ગયો હતો. જેમાંથી તેણે એક મોબાઈલ ફોનની ચોરી કરી હતી. બાદમાં આ ઈસમ અન્ય મકાનમાં ઘુસી ગયો હતો. જ્યાં બેડરૂમમાં રહેલી તિજારીના તાળા તોડીને સોનાની ચેઈન ઉપરાંત રોકડ રકમ ચોરી લીધી હતી. બાદમાં સિફતપૂર્વક એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ગયો હતો.
ફલેટના રહીશ પ્રદિપભાઈએ પોતાનો મોબાઈલ ચોરાતા સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીની ઘટના બહાર આવી હતી.
બાદમાં વિરેન્દ્રભાઈને જાણ કરીને તેમના ઘરે ચોરી થઈ છે કે કેમ તપાસ કરવા જણાવતા ત્યાં પણ ચોરીની ઘટના બની હોવાનું ખુલ્યુ હતુ. ત્યારબાદ ગભરાઈ ગયેલા તમામ રહીશોએ પોતાના ઘર તપાસ્યા હતા. જા કે હાલ પુરતુ બે મકાનમાં ચોરી થયેલી જણાતા વેપારી વિરેન્દ્રભાઈ જૈને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટનાની ફરીયાદ નોંધાવી છે.