નવરંગપુરામાં બે અજાણી સ્ત્રીઓ દ્વારા યુવતી ઉપર હુમલો
રીક્ષામાં અપહરણનો નિષ્ફળ પ્રયાસ
(પ્રતિનિધિ) અમદાવાદ: આશ્રમ રોડ ઉપર આવેલી એક ઓફીસમાં કામ કરતી યુવતીને રીક્ષામાં બેસાડયા બાદ બે મહીલાઓએ ચાલુ રીક્ષાએ હુમલો કરીને તેને ઈજાઓ પહોંચાડી હતી ઉપરાંત રીક્ષાચાલકે રીક્ષા ન રોકતા ચાલુ રીક્ષામાંથી મહીલા કુદી જતા તેને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. આશરે એક મહીના અગાઉ પણ સાંજના અંધારામાં બે મહલાઓએ તેની સાથે ઝપાઝપી કરી હતી જાકે રાહદરીઓ એકત્ર થતાં બંને ભાગી ગઈ હતી. આમ બે વખત અજાણી સ્ત્રીઓ દ્વારા હુમલા થતાં ગભરાયેલી યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ હતી.
નેહાબેન કિરીટસિંહ ગોહીલ વસ્ત્રાલ ખાતે રહે છે અને આશ્રમ રોડ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં ટીમ લીડર તરીકે કાર્ય કરે છે આશરે એક મહીના અગાઉ નેહાબેન ઓફીસ પતાવી સાંજના છ વાગ્યના સુમારે ઘરે જતા હતા
એ સમયે આઈસીઆઈસીઆઈ બેંકના ખાચામાં રપ થી ૩૦ વર્ષની બે સ્ત્રીઓએ તેમનો પીછો કરી ધક્કો માર્યો હતો બાદમાં દેખાતું નથી ? એમ કહીને ઝપાઝપી કરી નેહાબેનના મોં ઉપર નખ માર્યા હતા. આ ઘટનાને પગલે બુમાબુમ કરતાં રાહદારીઓ એકઠા થઈ જતાં બંને સ્ત્રીઓ ત્યાંથી ભાગઈ હતી જાકે એ સમયે નેહાબેને બંને ચોર હશે તેમ માન્યુ હતું.
બુધવારે સાંજે ફરીથી છ વાગ્યાના સુમારે ઓફીસથી નીકળી તે રીક્ષાની રાહ જાતા હતા એ સમયે રીક્ષા આવી લાલ દરવાજાનું પુછતા નેહાબેન તેમાં બેસી ગયા હતા જેમાં એક છોકરી પહેલેથી જ બેઠી હતી
જયારે થોડે આગળ જતાં મોં પર બુકાની બાંધેલી બીજી છોકરી પણ મુસાફર તરીકે રીક્ષામાં તેમની બાજુમાં ગોઠવાતા નેહાબેનને અચાનક અગાઉના હુમલાની યાદ આવતા રીક્ષાચાલકને રીક્ષા રોકવા કહયુ હતું.
જાકે તેણે ન સાંભળતા નેહાબેને ફરી રીક્ષા રોકવાનું કહેતા ચાલકે તેમને ધમકાવ્યા હતા જયારે નેહાબેને બુમાબુમ કરતાં બંને સ્ત્રીઓએ તેમને અંદર ખેંચી મોં દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઝપાઝપી કરી ગળા પર નખ માર્યાં હતાં. ગભરાઈ ગયેલા નેહાબેને એચ.કે. કોલેજ આગળ રીક્ષા ધીમી પડતાં કુદકો મારી દીધો હતો
જેથી રાહદારીઓ ભેગા થઈ જતાં રીક્ષાચાલક અને હુમલાખોર સ્ત્રીઓ રફુચક્કર થઈ ગયા હતા સતત બીજી વખત તેમની સાથે આવી ઘટના બનતાં નેહાબેન તુરંત નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કુટેજને આધારે મહીલાઓ તથા રીક્ષાચાલકની ઓળખ કરવા પ્રયત્નો હાથ ધર્યા છે.