નવરંગપુરામાં સરનામું પૂછવાના બહાને રૂ.પાંચ લાખની ઉઠાંતરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ; લોકડાઉન ખુલતાની સાથે જ શહેરમાં ચોર તથા લૂંટારાઓ સક્રિય થઈ ગયા છે. અને વિવિધ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ પરિસ્થિતિમાં મીઠાખળી છ રસ્તા નજીક એક વ્યક્તિ આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈ પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એડ્રેસ પૂછવાના બહાને બે શખ્સોએ તેનું ધ્યાન બીજે દોરતા અન્ય બે સાગરીતોએ એક્ટીવાની ડેકીમાંથી રૂ.પાંચ લાખની ઉઠાંતરી કરી લીધી હતી.
આ અંગેે રમેશભાઈ પુખરાજજી જૈન (૬પ) રહે.ઉસ્માનપુરાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે મીઠાખળી છ રસ્તા ખાતે દેવરા સેફ વોલ્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. મંગળવારે સાંજે તે ઇસ્કોન ઓર્કેડ ખાતે આવેલી આંગડીયા પેઢીમાંથી રૂ.પાંચ લાખ લઈ સી જી રોડ ખાતે પરત ફર્યા હતા. ંજ્યાં અચાનક જ બે શખ્સો મોટરસાયકલ ઉપર આવીને ચીનુભાઈ ટાવરનું સરનામું પૂછ્યુ હતુ. રમેશભાઈ એ બતાવવા ગયા એ સમય દરમ્યાન મોટર સાયકલ ઉપર આવેલા અન્ય બે ઈસમોએ તેમની એક્ટીવામાંથી રૂ.પાંચ લાખની રોકડની ઉઠાંત્તરી કરી લીધી હતી. બાદમાં ઘટનાની જાણ થતાં રમેશભાઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં ચાર ગઠીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધવામાં આવી હતી. બે ઈસમો વૃધ્ધને સરનામું પૂછતા હતા એ દરમ્યાન તેમના બે સાગરીતોએ ઘટનાને અંજામ આપ્યો