નવરંગપુરામાં સ્પા ચલાવતી મહિલાના દીકરાએ જ સ્પાના સીસીટીવી કેમેરા તોડ્યા

કેમેરા તોડવાનું કારણ અકબંધ
થોડા મહિના પહેલા બોડકદેવના એક સ્પામાં દારૂના નશામાં ચૂર યુવકે સ્પા ગર્લને જાહેરમાં ફટકારતો વીડિયો વાયરલ થયો હતો
અમદાવાદ,
નવરંગપુરામાં સ્પા ચલાવતી મહિલાના દીકરાએ જ રાત્રે સ્પાના સીસીટીવી કેમેરા તોડી નાખતા માતાએ નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, દીકરાએ માતાના સ્પાના સીસીટીવી કેમેરા કેમ તોડ્યા તેનું કારણ અકબંધ છે. થોડા મહિના પહેલા બોડકદેવના એક સ્પામાં દારૂના નશામાં ચૂર યુવકે સ્પા ગર્લને જાહેરમાં ફટકારતો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ પોલીસ સ્પાના મુદ્દે થોડી ગંભીર થઇ છે ત્યારે જ નવરંગપુરા, આશ્રમ રોડ સ્થિત મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં સ્પા ચલાવતી મહિલા સલમા ઉસ્માનભાઇ કાતિયા સ્પામાં ત્રણ યુવતીઓ રાખીને કામ કરે છે.
તેમણે નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ રાત્રે સ્પા બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે સ્પામાં કામ કરતી યુવતી સાથે રિક્ષાની રાહ જોતા ઊભા હતા.ત્યારે જ તેમનો દીકરો શેરખાન પઠાણ (ઉંવ. ૨૨) ત્યાં આવી ગયો હતો અને તેણે સ્પાના સીસીટીવી કેમેરા તોડીને સલમાબેન પર ફેંક્યા હતા. થોડી વારમાં સલામનો માસીનો દીકરો રફીક ખલીફા પણ ત્યાં આવી ગયો હતો અને સલમાનને ગાળો બોલ્યો હતો. સલમાની ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, દીકરાએ માતાના સ્પાના સીસીટીવી કેમેરા કેમ તોડી પાડ્યા તેની વિગતો હજુ અકબંધ છે. ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇએ સલમાના દીકરા અને ભાઇને શોધવાની કવાયત આદરી છે.SS1