નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં માત્ર ચાર યુનિટના વેચાણ થયા
મ્યુનિસિપલ કોર્પોરેશનની ૪૦૦ કરતા વધુ દુકાનોના બાકી વેચાણ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈડબલ્યુએસ માટેના આવાસ, નાગરીકો માટે પાર્કિંગ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટસ સંકુલ વગેરે બનાવવામાં આવે છે. ત્યારે જે તે કોમ્પ્લેક્ષમાં દુકાનો તથા ઓફસો પણ તૈયાર કરવામાં આવે છે. જેનો મૂળ આશય તેના વેચણ કરી આવક મેળવવાનો રહે છે.
પરંતુ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે કરોડો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલા ઓફિસ કે દુકાનોના સમયસર અને યોગ્ય કિંમતથી વેચાણ થતાં નથી. જેને પરિણામે મનપાને આર્થિક નુકશાન થાય છે. ચોંકાવનારી માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ૮૦૦ કરતા વધુ ઓફિસો-દુકાનો છે જે પૈકી લગભગ પ૦ ટકા મિલકતો ખાલી છે. તથા જે વેચાણ થઈ છે તે પૈકી રપ ટકા મિલકતો મેટ્રોને આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવરંગપુરા અને કાંકરીયા મલ્ટીલેવલ પાર્કિંગ એલઆઈજી અને ઈડબલ્યુ એસ આવાસ, મ્યુનિસિપલ માર્કેટ સહિત અનેક સ્થળે દુકાનો અને ઓફિસો બનાવવામાં આવી છે. જેના ટેેન્ડર કરી હરાજીથી વેચાણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક કુલ ૮૮૮ ઓફિસો-દુકાનો છે.
જે પૈકી ૪ર૧ મિલકતો ખાલી છે. સુત્રોએે જણાવ્યા અનુસાર નવરંગપુરા મલ્ટીલેવલ પાર્કિંગમાં કુલ ૬ર દુકાનો બનાવવામાં આવી છે. જે પૈકી માત્ર બે દુકાનના વેચાણ થયા છે. જ્યારે પ૬ ઓેફિસો મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગોને ફાળવવામાં આવી છે. જ્યારે ચાર ઓફિસો ખાલી છે.
ગીતા મંદિર આરોગ્ય ભવનમાં કુલ ૬૬ ઓફિસો- દુકાનો બનાવવામાં આવી છે જે પૈકી માત્ર ૦૮ ના વેચાણ થયા છે. જ્યારે રર યુનિટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો છે. જ્યારે ૩૬ યુનિટ ખાલી પડ્યા છે. ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં મલ્ટીલેવલ પાર્કિંગ બની રહ્યા છે. જે પૈકી ઉત્તર-પશ્ચિમ ઝોનના પાર્કિંગમાં ૬૮ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના પાર્કિંગમાં ૧૦૦ કોમર્શિયલ યુનિટ બનાવવામાં આવી રહ્યા છે. જે પૈકી એક પણ યુનિટના વેચાણ થયા નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર રપર યુનિટોનો જ ટેન્ડર કમ હરાજીથી નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧૧૦ યુનિટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જ ઓફિસ્ બની ગઈ છે. જ્યારે મેટ્રોને૧૦પ યુનિટ આપવામાં આવ્યા છે. મેટ્રો અંતર્ગત લોકોની મિલકતોને અસર થઈ છે એવા નાગરીકોને આ ૧૦પ મિલકતો મેટ્રો દ્વારા આપવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં મયુનિસિપલ કોર્પોરેશન દ્વરા વર્ષો અગાઉ ભાડે આપવામાં આવેેલી મિલકતોના ભાડા વસુલ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. તેમજ અનેક મિલકતોના ‘પાવર ઓફ એટર્ની’ પધ્ધતિથી બારોબાર વેચાણ થઈ રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.